વાણી કપૂર કોવિડ-૧૯ લોકડાઉનના કારણે મુશ્કેલીમાં મુકાયેલા રોજમદારો માટે ફંડ્સ એકત્રિત કરશે. જેના માટે આ એક્ટ્રેસ વર્ચ્યુઅલ ડેટ પર જશે. વાણીએ કહ્યુ હતું કે, ‘માનવતાના ધોરણે આપણે કોરોના વાઇરસની મહામારીના કારણે પોતાના દેશમાં મેક્સમમ લોકોને મદદ કરવાની જરૂર રહેશે. હું મારા દેશના રોજમદારો અને તેમના પરિવારોની મદદ માટે આ કામ કરી રહી છું કે જેઓ લોકડાઉનના કારણે મુશ્કેલીમાં મુકાયા છે.’ તેણે વધુ કહ્યુ હતું કે, ‘આ એક્ટવિટીમાં પાંચ ભાગ્યશાળી વિનર્સ મારી સાથે એક વર્ચ્યુઅલ ડેટ કરી શકે છે. અમે એના દ્વારા ફંડ એકત્ર કરીને અનેક પરિવારોને મદદ કરીશું.’