ગાંધીનગર
રાજ્યના મુખય ચૂંટણી અધિકારી પી. ભારતીએ જણાવ્યું કે, રાજ્યમાં સાંજે પાંચ વાગ્યા સુધી રાજ્યની ૨૫ લોકસભા બેઠક પર સરેરાસ ૫૫ ટકા અને વિધાનસભાની પાંચ બેઠક પર ૫૬.૫૬ ટકા મતદાન નોંધાયું છે.
ગુજરાતની સુરત સિવાયની ૨૫ લોકસભા બેઠકો પર આજે સામાન્ય ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા હાથ ધરાઇ હતી. જેમાં ભારે ગરમી વચ્ચે અમુક અમુક બેઠકો પર મતદારોએ બમ્પર મતદાન કર્યું હતું. લોકસભા- ચૂંટણી અંતર્ગત આજે યોજાયેલ મતદાનની પ્રક્રિયામાં દક્ષિણ ગુજરાતનાં વલસાડ અને ઉત્તર ગુજરાતનાં બનાસકાંઠામાં છોટા-ઉદેપુર, ભરુચ, બારડોલી અને આણંદમાં મતદારોનો અનોખો ઉત્સાહ જાેવા મળ્યો હતો. સાંજે પાંચ વાગ્યા સુધીમાં અહિયાં ૬૦ ટકા કરતાં વધુ મતદાન થયું હતું. સાંજે પાંચ વાગ્યા સુધીમાં રાજ્યની ૨૫ લોકસભા બેઠકોમાં ઔથી વધુ મતદાન વલસાડ બેઠક પર થયું હતું. જેમાં ૬૮.૧૨ ટકા મતદાન થયું હતું. સૌથી ઓછું મતદાન અમરેલી લોકસભા બેઠક પર ૪૫.૫૯ ટકા મતદાન થયું હતું. ગાંધીનગરની બેઠક પર ૫૫.૬૫ ટકા અને નવસારી બેઠક ૫૫.૩૧ ટકા મતદાન થયું હતું. જ્યારે અન્ય બે હાઇ પ્રોફાઇલ બેઠક પૈકીની રાજકોટમાં ૫૪.૨૯ ટકા અને પોરબંદર બેઠક પર ૪૬.૫૧ ટકા મતદાન નોંધાયું છે. બનાસકાંઠા બેઠક પર ૬૪.૪૮ ટકા, કચ્છ બેઠક પર ૪૮.૯૬ ટકા, પાટણ બેઠક પર ૫૪.૫૮ ટકા, મહેસાણા બેઠક પર ૫૫.૨૩ ટકા, સાબરકાંઠા બેઠક પર ૫૮.૮૨ ટકા, અમદાવાદ પૂર્વ બેઠક પર ૪૯.૯૫ ટકા, અમદાવાદ પશ્ચિમ પર ૫૦.૨૯ ટકા, સુરેન્દ્રનગર બેઠક પર ૪૯.૧૯ ટકા, જામનગર બેઠક પર ૫૨.૩૬ ટકા, જૂનાગઢ બેઠક પર ૫૩.૮૪ ટકા, ભાવનગર બેઠક પર ૪૮.૫૯ ટકા, આણંદ બેઠક પર ૬૦.૪૪ ટકા, ખેડા બેઠક પર ૫૩.૮૩ ટકા, પંચમહાલ બેઠક પર ૫૩.૯૯ ટકા, દાહોદ બેઠક પર ૫૪.૭૮ ટકા, વડોદરા બેઠક પર ૫૭.૧૧ ટકા, છોટા ઉદેપુર બેઠક પર ૬૩.૭૬ ટકા, ભરુચ બેઠક પર ૬૩.૫૬ ટકા અને બારડોલી બેઠક પર ૬૧.૦૧ ટકા નોંધાયું છે.