વલસાડ-
એલસીબી પીઆઇ ડી. ટી. ગામિતે સ્પામાં દરોડામાં કામ કરતા નીલકુમાર પ્રાણવેશ ભૌમિક, મોહમદ ગઝાલી મોહમદ ફારુક શેખ અને મસાજ કરાવવા આવેલો વાપીના નબીરા મૃદુલ મહેન્દ્ર લાલવાણીને પકડી પાડ્યા હતા. જ્યારે તેની સંચાલિકા પુનમ અશોક જૈન ત્યાં હાજર ન હોય પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી હતી. પોલીસે આ સ્પામાંથી 2 સિક્કીમ અને 2 મુંબઇની યુવતીને પકડી પાડી હતી. આ યુવતીઓનું નિવેદન લઇ પોલીસે તેમને મુક્ત કરી હતી. વર્ષ 2019માં પણ પોલીસે સાઈ લીલા મોલ ધરમપુર રોડ ઉપર રેડ પાડી હતી. ત્યારે કેટલીક વિદેશી યુવતી ઓ ઝડપાઇ હતી. તે સમયે પણ પનામ જૈનનું નામ બહાર આવ્યું હતું. જ્યારે એજ સ્પા ને ફરી થી નામ બદલી ધમધમતો કરવામાં આવ્યો હતો. લોકલ ક્રાઈમ બ્રાન્ચે રેડ કરતા ગ્રાહક સહિત 5 લોકો મળી આવ્યા હતા. જ્યારે સ્પામાં મસાજ કરાવવા માટે આવેલા ગ્રાહક અને ત્યાં કામ કરતા 3 લોકોની અટક કરી ને તેમની પૂછપરછ શરૂ કરી છે.