વલસાડ-
જિલ્લા પોલીસ વડા ડૉ. રાજદીપસિંહ ઝાલાની સુચનાના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ટી ગામીતના માર્ગદર્શન હેઠળ વલસાડ LCBના પોલીસ સબ ઇન્સ્પેક્ટ સી.એચ પનારા, ASI મિયા મોહમ્મદ શેખ, હેડ કોન્સ્ટેબલ વિજય શાલીગ્રામ સહિતનો પોલીસ કાફલો વલસાડના ગુંદલાવ ઓવરબ્રિજ પાસે નાઈટ પેટ્રોલિંગમાં હતો. પ્લાસ્ટિકની થેલીની આડમાં લઈ જવાતો હતો. વિદેશી દારૂઆ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ સ્વપ્નિલ હેમંતભાઇને મળેલી અંગત બાતમીના આધારે સુરત તરફ દારુનો જથ્થો લઇ જનાર છે, તે દરમિયાન બાતમી મુજબ ટાટા ટ્રક આવી ચડતાં તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ તપાસ કરતા ટ્રકમાંથી પ્લાસ્ટિકના દાણા ભરેલી પ્લાસ્ટિકની થેલીની આડમાં વિદેશી દારૂ બોટલ નંગ 15,150 જેની કિંમત 21,68,400 પાસ પરમીટ વગરનો વિદેશી દારૂ મળી આવ્યો હતો.કુલ 36,80,900નો મુદ્દામાલ જપ્તઆથી વલસાડ લોકલ ક્રાઇમ બ્રાંચે કુલ મુદ્દામાલ 36,80,900 સાથે આરોપી રૂપેન્દ્ર સિંઘ ઉર્ફે પિન્ટુ તેમજ બળદેવ સિંગની ધરપકડ કરી હતી. તેની વધુ તપાસ વલસાડ રૂરલ પોલીસ કરી રહી છે.