વડોદરા ,તા. ૨૯
વહો વિશ્વામિત્રી અભિયાનના કાર્યકર્તાઓ દ્વારા બે મહિનામાં વિવિધ મંદિરો અને વિશ્વામિત્રીને જાેડતી દસ પદયાત્રાઓ યોજવામાં આવી હતી. આજે અંતિમ પદયાત્રા સંતરામ મંદિર થી યવતેશ્વર ઘાટ ખાતે પહોંચી હતી. જ્યાં આ પદયાત્રાની પૂર્ણાહૂતિ થઈ હતી. આ પદયાત્રામાં અભિયાનમાં જાેડાયેલ કાર્યકર્તાઓ તેમજ સંતરામ મંદિરના મંહત પણ જાેડાયા હતા. વહો વિશ્વામિત્રી અભિયાન વેગવંતુ બની રહ્યુ છે ત્યારે અભિયાનમાં જાેડાયેલા કાર્યકર્તાઓ દ્વારા પદયાત્રા યોજીને લોકોમાં જાગૃતતા લાવવાનો પ્રયત્ન કર્યો હતો. આજે અંતિમ પદયાત્રામાં થોડા દિવસ પૂર્વે યોજાયેલ ચિત્ર સ્પર્ધામાં એક બાળક ખિશાગ વ્યાસ દ્વારા વિશ્વામિત્રી નદીના પાણીનો રંગ કાળો બતાવતા શાસકો દ્વારા પણ વિદ્યાર્થીની નોંધ લેવામાં આવી હતી. તે વિદ્યાર્થી પણ તેના માતાપિતા સાથે પદયાત્રામાં જાેડાયો હતો. તે સિવાય સંતરામ મંદિરના મંહત ભરતદાસજી મહારાજ અને ગોસ્વામી પંકજકુમાર બાબુભાઈ બેન્કર સહિતના કાર્યકર્તાઓ પદયાત્રામાં જાેડાયા હતા.