વડોદરા: દારૂની મહેફિલ માણતા યુવક યુવતીઓ સહિત 12ની ધરપકડ 

વડોદરા,

વડોદરાની સુમનદિપ હોસ્ટેલમાં રહી નોકરી અભ્યાસ કરતા યુવક યુવતીઓ દારૂનિ મેહફિલ માણતા ઝડપાયા હતા. વડોદરાના આમોમોદરના શ્યામલ કાઉન્ટી સોસાયટી ખાતે આ દારૂની મેહફિલ યોજાઈ હતી. જો કે, સાસાયટીના રહિશોએ બાતમી આપતા વાઘોડિયા પોલીસે દરોડા પાડ્યા હતા. જેમાં યુવતીઓ અને યુવકો મળીને કુલ 12 લોકોની પોલીસે ધરપકડ કરી હતી. આ સાથે પોલીસે રૂમમાંથી ઊંચી બ્રાન્ડની વિદેશી દારૂની 6 ખાલી બોટલ તેમજ ગ્લાસ જપ્ત કરી કાયદેસરની કાર્યનાહી હાથ ધરવામાં આવી હતી. 

વડોદરાના આમોદરના શ્યામલ કાઉન્ટ સોસાયટીમાં દારૂની મહેફિલ માણતા યુવાન-યુવતીઓની વાઘોડીયા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે ગણતરીના કલાકોમાં દારૂની મહેફિલ માણતી 5 યુવતીઓ અને 7 યુવકો મળી કુલ 12 આરોપીઓને પોલીસ દ્વારા જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. તો બીજી તરફ વડોદરા જીલ્લાના પાદરાના ડભાસામાં પાદરા પોલીસ દ્વારા 13 જેટલા દારૂની મહેફિલ માણતા ખાનદાની નબીરાઓ ઝડપાયા છે. પાદરા પોલીસે 13 નબીરાઓ સાથે મોંઘાડાટ વાહનો સાથે મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution