વડોદરા-
રાજ્યમાં આજે કોરોના વાયરસની વેક્સિન આવી ગઈ છે. આગામી સપ્તાહથી વક્સિનેશન પણ શરૂ થઈ જશે. જ્યાં સુધી હર્ડ ઇમ્યૂનિટી ન આવે ત્યાં સુધી તો માસ્ક જ વેક્સિન છે. જાેકે, માસ્કના મામલે રાજ્યમાં ધમસાણ મચી રહ્યું છે. રોજ સવાર પડતાની સાથે માસ્કની બબાલો પોલીસ અને પ્રેસના ધ્યાને આવી જાય છે. અને તેના કારણે રાજકારણ પણ ગરમાઈ રહ્યું છે. આવી જ એક માથાકૂટ વડોદરા શહેરમાં ઉદભવી છે.
અહીંયા બે મહિલાઓ માસ્ક પહેર્યા વગર શહેરના શેર કરવા નીકળી પડી હતી. તેમણે પોતાના સ્વજનો સાથે એક વીડિયો બનાવ્યો હતો અને આ વીડિયો વાયરલ કરીને પોલીસને પડકાર ફેંક્યો હતો કે 'અમે માસ્ક પહેર્યા વગર નીકળ્યા હતા. અમને કોઈ પોલીસે ન રોક્યા, અમે ઇચ્છીએ છીએ કે અમારા પર કેસ થાય'.