વડોદરા-
વડોદરામાંથી ઓનલાઇન સેક્સ કોલ સેન્ટર ઝડપાયું છે. શહેરના અકોટા વિસ્તારમાં એક ભેજાબાજ આર્કિટેક ડિઝાઈનની આડમાં આ સેક્સ રેકેટ ચવાલી રહ્યો હતો. ‘ચતુરબાતે’ નામની વેબસાઇટ પર વર્ચુઅલ લાઇવ સેકસ કોલ સેન્ટર ચલાવવામાં આવતું હતું. આ કેસમાં એક મહિલાનું નામ પણ સામે આવ્યું છે. પોલીસે બાતમીના આધારે જે.પી.રોડ પોલીસે એક નહીં બબ્બે મકાનમાં દરોડા પાડી આખુ રેકેટ ઝડપી લીધું હતું. પોલીસે લાઇવ સેકસ કોલ સેન્ટર ચલાવી રહેલા નિલેશ ઈન્દ્રચંદ્ર ગુપ્તાને ઝડપી લીધો હતો.
ઈન્દ્રેશની સાથો સાથ પોલીસે કારેલીબાગની અમી પરમાર નામની મહિલાને વોન્ટેડ જાહેર કરી છે. પોલીસે વર્ચુઅલ લાઇવ સેકસકોલ સેન્ટરમાંથી ૨ યુવતીની સાથે ૧૧ લેપટોપ, મોબાઇલ ફોન, ટીવી રાઉટર તથા સેકસ ટોયઝ અને વેબકેમેરા મળીને કુલ ૭ લાખ જેટલો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અકોટા વિસ્તારમાં પીએફ ઓફિસ પાસેની શ્રી રેસીડેન્સીના મકાનમાં તથા હાર્દીક ચેમ્બરના મકાનમાં નિલેશ ઈન્દ્રચંદ્ર ગુપ્તા અને અમી પરમાર નામની યુવતી સાથે મળીને લાઈવ સેક્સ કોલ સેન્ટર ચલાવતા હતા.
બંને જણાએ ઉપરોક્ત બે મકાનમાં યુવતીઓને બોલાવતા હતા. આ યુવતીઓ થકી ઇન્ટરનેટ દ્વારા ચતુરબાતે નામની વેબસાઇટ દ્વારા લાઇવ અંગ પ્રદર્શન કરાવી લાઇવ સેકસ રેકેટ ચલાવતા હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. પોલીસે બંને મકાનોમાં દરોડા પાડી ૨ યુવતીની સાથે નિલેશ ઇન્દ્રચંદ ગુપ્તાને ઝડપી લીધો હતો. આ સાથે ૧૧ લેપટોપ, વેબ કેમેરા, એક મોબાઇલ, ૨ ટીવી તથા ૨ નંગ રાઉટર ૨ સેકસ ટોયઝ અને અર્ટીંગા કાર પણ કબજે કર્યા છે.