વડોદરા: ગોત્રી દુષ્કર્મ કેસમાં આરોપી રાજુ ભટ્ટના વધુ ત્રણ દિવસના રિમાન્ડ મંજુર 

વડોદરા-

વડોદરાના ચકચારી ગોત્રી દુષ્કર્મ કેસમાં મુખ્ય આરોપી રાજુ ભટ્ટના ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. કોર્ટે વધુ ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કરતા રાજુ ભટ્ટ 6 ઓકટોબર બુધવારે સવારે 11 વાગ્યા સુધી રિમાન્ડ પર રહેશે. રાજુ ભટ્ટના પ્રથમ ત્રણ દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રાજુ ભટ્ટને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. રવિવાર હોવાથી અરજન્ટ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવામાં આવ્યા છે.

30 સપ્ટેમ્બરે વડોદરાના ચકચારી ગોત્રી દુષ્કર્મ કેસના આરોપી રાજુ ભટ્ટના 3 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા હતા. કોર્ટે આરોપી રાજુ ભટ્ટના વધારે 3 દિવસના રિમાન્ડ આપતા જ હવે દુષ્કર્મ કેસના અનેક સવાલોના જવાબ મળશે. પોલીસ હવે રાજુ ભટ્ટની ઉલટ તપાસ કરશે અને અત્યાર સુધી તે ક્યાં ક્યાં છુપાયો હતો, છૂપાવવા અને ભગાડવામાં તેને કોણે કોણે મદદ કરી હતી તે અંગે વધુ પુછપરછ કરશે. સાથે જ રાજુ ભટ્ટને કોણે કોણે આશરો આપ્યો તે અંગે પણ પોલીસ તપાસ કરશે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution