વડોદરા-
કોરોના વાઈરસની મહામારીમાં આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહેલા વડોદરાના પ્રજ્ઞાચક્ષુ ઓએ પડતર માંગણીઓ સંદર્ભે વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલા ડેરી ડેન સર્કલ ખાતે મૌન વિરોધ કર્યો હતો. જેમાં સંત સુરદાસ યોજના હેઠળ સરકાર દ્વારા મળતા 500 રૂપિયાના બદલે સમગ્ર પ્રજ્ઞાચક્ષુઓને દર મહિને એક હજાર રૂપિયા આપવામાં આવે તેવી માંગ કરી હતી. અને જાે તેમની આ માંગ સ્વીકારવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આમરણાંત ઉપવાસ કરવાની ચીમકી ઉચ્ચારી છે.
પ્રજ્ઞાચક્ષુઓએ જણાવ્યું હતું કે, કોરોના વાઈરસની મહામારીમાં અમને સરકારી લાભ મળ્યા નથી. સરકારે આપેલા વચન પ્રમાણે સહાય મળી નથી. ઘણા પ્રજ્ઞાચક્ષુઓ ભૂખમરાનો ભોગ બન્યા હતા. હવે દર મહિને એક હજાર રૂપિયા મળવા જાેઇએ અને લાઇટ બીલ માફ કરવુ જાેઇએ.