વડોદરા-
ધોરણ 12 માં અભ્યાસ કરતી દીકરીનું આકસ્મિક અવસાન થતા દીકરી ગુમાવી ચૂકેલા માતાપિતાએ ભગ્ન હૃદયે એવો નિર્ણય લીધો કે અન્ય લોકોને પણ જીવન મળી શકે. દીકરી બ્રેન ડેડ થતાં પરિવારે અન્ય લોકોને જીવનદાન મળે તે માટે ઓર્ગન ડોનેટ કરવાનો નિર્ણય લીધો. ઓર્ગનને વડોદરા પોલીસે ગ્રીન કોરિડોર દ્વારા હોસ્પિટલથી એરપોર્ટ સુધી પહોંચાડીને મોટી જવાબદારી નિભાવી હતી.
હાલોલમાં રહેતી અને ધોરણ 12 માં અભ્યાસ કરતી 17 વર્ષની નંદિની શાહે કોઈક કારણોસર અવસાન થયું હતું. જોકે પરિવાર નંદનીને સારવાર માટે વડોદરાની સવિતા હોસ્પિટલમાં લઈ આવ્યો હતો. જ્યાં તબીબે નંદિની બ્રેન ડેડ હોવાની માહિતી પરિવારને આપી હતી. જેથી પરિવારે નંદિનીના ઓર્ગન ડોનેટ કરવાનો નિર્ણય લીધો. હોસ્પિટલના સત્તાધીશોએ ઓર્ગનને વહેલીતકે ટ્રાન્સફર કરવાના હોવાથી વડોદરા પોલીસની મદદ લીધી. વડોદરા પોલીસે હોસ્પિટલથી એરપોર્ટ સુધી ગ્રીન કોરિડોર બનાવી ઓર્ગન ટ્રાન્સફર કરાવ્યા. વડોદરા એરપોર્ટથી બે સ્પેશિયલ ચાર્ટર પ્લેન મારફતે ઓર્ગન અલગ અલગ જગ્યાએ મોકલાયા. જેમાં બ્રેન ડેડ નંદિનીનું હાર્ટ દિલ્હી, લંગ્સ મુંબઇમાં અને કિડની, આંખો અમદાવાદ ખાતે મોકલવામાં આવ્યા હતા.