વડોદરા-
વડોદરા માં કોરોના ની સ્થિતિ વચ્ચે વાઘોડિયા બેઠકના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. કોરોના પોઝીટીવ આવતા તેઓને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
અગાઉ પણ વડોદરા જિલ્લાના બે ધારાસભ્યો અને ત્રણ પૂર્વ ધારાસભ્યો કોરોના માં સપડાયા હતા જેઓ સારવાર બાદ સાજા થઈ ચૂક્યા છે.
વડોદરામાં સતત કોરોનાના કેસ વધી રહ્યાં છે. શહેરમાં સામાન્ય લોકોથી લઈને રાજકારણીઓ આ જીવલેણ વાયરસની ચપેટમાં અવી રહ્યા છે. ત્યારે વડોદરામાં વધુ એક નેતા કોરોનાની ચપેટમાં આવ્યા છે. ભાજપનાં ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે.
વાઘોડિયાનાં ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ કોરોનાની ચપેટમાં આવ્યા છે. તેઓને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યારે મધુ શ્રીવાસ્તવનાં સંપર્કમાં આવેલ તમામ લોકોને ક્વોરેન્ટાઇન કરાયા છે.