વડોદરા-
જિલ્લા પંચાયતની ચૂંટણી માટે હાલ ઉમેદવારોની પસંદગી ચાલી રહી છે. ત્યારે વડોદરા તાલુકાની બેઠક ઉપર સંભવિત ઉમેદવારોએ ભેગા મળી લોક સંપર્ક શરૂ કરી દીધો હતો. ભાજપના દાવેદારોએ રેલી સ્વરૂપે ફરી જનસંપર્ક સાધ્યો હતો.સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે વડોદરાની રણોલી જિલ્લા પંચાયતની બેઠક પરના સંભવિત ઉમેદવારોએ સોમવારે જનસંપર્ક કર્યો હતો. જેમાં ભાજપના મહિલા અને યુવા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.ઉલ્લેખનીય છે કે, ચૂંટણીની તારીખો જાહેર થતાં જ તમામ રાજકીય પાર્ટીઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. બેઠકોનો દોર પણ શરૂ થઈ ગયો છે. ત્યારે વડોદરા જિલ્લામાં પણ ભારતીય જનતા પાર્ટીના સંભવિત દાવેદારોએ કાર્યકરો સાથે સોમવારથી પાર્ટીનો પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો છે. વડોદરા જિલ્લાની રણોલી જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતની ચૂંટણીનાં ભાગરૂપે ભાજપના સંભવિત દાવેદારો સાથે કાર્યકરોએ બાજવા, રૂપાપુરા, દામાપુરા, રઢીયાપુરા સહિતના ગામોમાં પ્રચાર શરૂ કર્યો હતો.