વડોદરા-
સાંસદ રંજનબહેન ભટ્ટે કોરોનની રસી મૂકાવી:વિશ્વના સહુ થી મોટા રસીકરણ અભિયાનમાં જોડાવા સહુને કર્યો અનુરોધ કર્યો હતો. સાંસદ શ્રીમતી રંજનબહેન ભટ્ટે આજે સજોડે મહાનગર પાલિકા ના ચાણક્યપૂરી અર્બન હેલ્થ સેન્ટરમાં જઈને કોરોના સામે સલામતી આપતી રસીનો પહેલો ડોઝ લીધો હતો. આજે શહેરના મહિલા પૂર્વ સાંસદ જયાબહેને બાજવા ખાતે અને વર્તમાન મહિલા સાંસદે શહેરી આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોના ની રસી લીધાની અનોખી ઘટના ઘટી હતી. સહુ સલામત રહે,કોરોના અટકાવતી તકેદારીઓ પાળે અને તેની સાથે વિશ્વના સહુથી મોટા રસીકરણ અભિયાનમાં જોડાઈને તેને સફળતા અપાવે એવો અનુરોધ કરતાં રંજનબહેને જણાવ્યું કે સહુ પોતાનો વારો આવે ત્યારે રસી અવશ્ય મૂકાવે.