વડોદરા-
વડોદરા શહેરના જુના પાદરા રોડ વિસ્તારમાં આવેલા મકરંદ દેસાઈ રોડ પર સિઝલિંગ વોક નામની રેસ્ટોરન્ટમાં ગ્રાહકોને હુક્કો આપવાની સુવિધા તેમજ ટેબલ પર જમવાનું પીરસવા બદલ જે.પી.રોડ પોલીસે માલિક તથા ચાર ગ્રાહકોની ધરપકડ કરી હતી.
કોરોના અદ્રશ્ય વાયરસ ભયંકર ચેપી રોગ હોવાથી નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના ગાઇડ લાઇન મુજબ માર્ગદર્શિકા લાગુ કરવામાં આવી છે.આ સાથે શહેર પોલીસ તંત્ર દ્વારા પણ ચુસ્તપણે પાલન કરાવવામાં આવી રહ્યું છે. જે.પી.રોડ પોલીસ મથકના પીએસઆઈ જસાણી તથા સ્ટાફના કર્મીઓ પેટ્રોલીંગમાં નીકળ્યા હતા. ત્યારે બાતમી મળી હતી કે મકરંદ દેસાઈ રોડ પર સિઝલિંગ વોક નામની રેસ્ટોરન્ટ ખુલ્લી છે અને ટેબલ પર બેસી ગ્રાહકોને ભોજન અને હુક્કો આપવાની સુવિધા ચાલુ છે. આથી પોલીસે ઓચિંતો દરોડો પાડ્યો હતો. રેસ્ટોરન્ટમાં હાજર ચાર ગ્રાહકોને પોલીસે પકડી લીધા હતા જે.પી.રોડ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે રેસ્ટોરન્ટ માલિક અસીમ રફીક મોતીવાલા ( રહે બેનઝીર પાર્ક સોસાયટી વાસણા રોડ), ઓવેશ અંયુબ પટેલ, સફવાન સાહિદ પટેલ અને રાકીબ યુનુસ કોન્ટ્રાક્ટર ની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.