વડોદરા: સહકારી એકમોનો ચુંટણી કાર્યક્રમ થયો જાહેર, જાણો વધુ

 વડોદરા-

જિલ્લા સહકારી ક્ષેત્રની સૌથી મોટી ધ બરોડા સેન્ટ્રલ કો. ઓપરેટીવ બેંકની ચૂંટણી તા.10 ડિસેમ્બર અને બરોડા ડેરીની ચૂંટણી તા.28 ડિસેમ્બરના રોજ યોજાશે. કરજણ વિધાનસભાની પેટા ચૂંટણીના પગલે બંને ચૂંટણીઓ મોકૂફ રાખવામાં આવી હતી. 

મળતી માહિતી મુજબ ધ બરોડા સેન્ટ્રલ કો. ઓપરેટીવ બેંકની ચૂંટણી ગત તા.27 ઓક્ટોબરે અને બરોડા ડેરીની ચૂંટણી તા.5 નવેમ્બરના રોજ યોજાનાર હતી. પરંતુ, વડોદરા જિલ્લાના કરજણ સહિત ગુજરાતની 8 વિધાનસભા પેટાચૂંટણીઓ જાહેર થતાં, સહકારી ક્ષેત્રની ચૂંટણીઓ મોકૂફ રાખવામાં આવી હતી. હવે આગામી તા.10 ડિસેમ્બરના રોજ ધ બરોડા સેન્ટ્રલ કો.ઓપરેટીવ બેંક અને બરોડા ડેરીની ચૂંટણી તા.28 ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજાશે. આજે બંને ચૂંટણી માટેનું ચૂંટણી અધિકારી દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવતા જિલ્લા સહકારી ક્ષેત્રે ગરમાવો વ્યાપી જવા પામ્યો હતો. હવે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા પુનઃ શરૂ થશે. ઉમેદવારી પત્રો પરત ખેંચવાની છેલ્લી તા.24-11-020 થી તા.27-11-020 બપોરે સુધી નક્કી કરવામાં આવી છે. તા. 10-12-020ના રોજ વડોદરા જિલ્લા ખરીદ વેચાણ સંઘ લિ. રૂપમ ટોકીઝ, હરણી રોડ ખાતે સવારે 9 થી બપોરે 3 કલાક મતદાન થશે. અને તા.11-12-020ના રોજ મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution