વડોદરા: ભીડ એકત્ર થતી હોય તેવા એકમો સીલ, નાગરિકોને સતર્કતા રાખવા માઈક દ્વારા એનાઉન્સમેન્ટ

વડોદરા-

વડોદરા શહેરમાં  ખાસ કરીને જે દુકાનો કે સ્ટોર પર ભીડ એકત્ર થતી હોય તેને સીલ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. શહેરના ઇલોરા પાર્ક,કડક બઝર,મંગળ બઝર અને ખંડેરાવ માર્કેટ ખાતે પાલિકા ના અધિકારીઓ દ્વારા સોશિયલ ડિસ્ટન ના રાખતા વેપારી ઓની દુકાનો અને લારીઓ સિલ કરી ને અધિકારીઓ દ્વારા માઇક પર એનાઉન્સમેન્ટ કરી ને કોરોના કાયદા નું પાલન કરવા લોકો ને અપીલ કરવા માં આવી હતી. જોકે અમદાવાદમાં બે દિવસના કરફર્યુને પગલે શહેરના તમામ એન્ટ્રી પોઈન્ટ પર કડક કાર્યવાહી કરીને લોકોને અટકાવવામાં આવી રહ્યા છે. ત્યારે વડોદરા શહેરમાં પણ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા ભીડ એકત્ર થતી હોય તે અકમો પર કાર્યવાહી કરવામાં આવી છે. તો બીજી તરફ સુરત શહેરમાં પણ પાલિકા દ્વારા જાહેર માર્ગો પર પ્લે કાર્ડ દ્વારા નાગરિકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. 

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution