વડોદરા,તા.૩૧
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં પ્રવેશતા રસ્તાઓને સ્માર્ટ રોડ બનાવવામાં આવ્યા છે. આ સ્માર્ટ રોડ પર થયેલા દબાણો હટાવવાની કામગીરી આજથી શરૂ કરવામાં આવી છે, તબક્કાવાર એક પછી એક તમામ સ્માર્ટ રોડ પર થયેલા લારી ગલ્લા સહિતના દબાણો હટાવવામાં દૂર કરવામાં આવશે. સ્થાયી સમિતીના ચેરમેને કહ્યુ હતુ કે, જે સ્માર્ટ રોડ બનાવ્યા છે. તે ખુલ્લા રહેવા જાેઈએ. સ્માર્ટ રોડ પર લારી ગલ્લા સહિતના દબાણો અને બંધ લારીઓ વગેરેને તબક્કાવાર દૂર કરવામાં આવશે.
આજે પાલિકાની દબાણ ટીમે વાઘોડિયા રોડ પર વૃંદાવનથી હાઇવે તરફના સ્માર્ટ રોડ પર થી ૨૮ જેટલી લારીઓ દૂર કરાઈ ગચી. જેમાંથી કેટલીક તો બંધ લીરીઓ પડી હતી. એક જ વ્યક્તિ દ્વારા બે ત્રણ-ત્રણ લારીઓ ગોઠવી દેવાય છે. તેમના કહેવા મુજબ શહેરમાં હાઇવે થી જે સ્માર્ટ રોડ બનાવવામાં આવેલા છે તેમાં કપૂરાઈથી સોમા તળાવ, વાઘોડિયા રોડ વૃંદાવન ચોકડી, આજવા રોડ સરદાર એસ્ટેટ, હરણી થી હનુમાન મંદિર, દુમાડથી અમિત નગર સર્કલ સુધી, મકરપુરા થી સુશનની અંદર સુધી તેમજ ગોત્રી થી અંદરની બાજુ જે સ્માર્ટ રોડ બનાવવામાં આવેલા છે ત્યા પણ તબક્કા વાર દબાણ હટાવવાની કામગીરી થશે. આ ઉપરાંત આજે ચોખંડી નાની શાકમાર્કેટ ની આસપાસના દબાણો પણ ખસેડવામાં આવ્યા હતા.