વડોદરા-
વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના પૂર્વ ચેરમેન અને ભાજપ અગ્રણી 65 વર્ષીય યોગેન્દ્ર સુખડિયાનું ખાનગી હોસ્પિટલમાં કોરોના વાઈરસની સારવાર દરમિયાન મોત થયું છે. આ ઉપરાંત અન્ય એક મહિલાનું પણ ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના વાઈરસના કોરોના પોઝિટિવનો આંક 3143 ઉપર પહોંચી ગયો છે. સત્તાવાર મૃત્યુઆંક 60 ઉપર પહોંચ્યો છે અને વડોદરામાં અત્યાર સુધીમાં કુલ 2295 દર્દી રિકવર થયા છે. વડોદરામાં અત્યારે કુલ 788 એક્ટિવ કેસ છે, જે પૈકી 146 ઓક્સિજન ઉપર અને 37 વેન્ટીલેટર-બી પેપ ઉપર છે અને 605 દર્દીની હાલત સ્થિર છે.