વડોદરા-
વડોદરામાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે વડોદરામાં ભાજપના ઉપપ્રમુખ મહેશ શર્માનું કોરોનાથી મોત નિપજ્યું છે. વાઘોડિયા રોડની ખાનગી હોસ્પિટલમાં છેલ્લા ઘણા દિવસોથી તેઓ સારવાર લઈ રહ્યા હતા. મહેશ શર્માના પુત્ર અને પત્નીને પણ કોરોના થયો હતો. બંનેને ગઇકાલે જ સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. પરંતુ મહેશ શર્મા કોરોના સામેની જંગ જીતી શક્યા ન હતા. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ વડોદરામાં ભાજપના પીઢ નેતાનું કોરોનાથી મોત થયું છે. પાલિકાના પૂર્વ સ્થાયી સમિતિ ચેરમેન યોગેન્દ્ર સુખડીયાનું કોરોનાથી મોત નિપજ્યું હતું. આમ, નેતાઓના સતત મોતી ભાજપમાં સન્નાટો છવાઈ ગયો છે.