વડોદરા: સર્જરીનાં ખોટાં બિલથી 2.58 લાખનો વીમો પકવવાનો કારસો, થયો પર્દાફાશ

વડોદરા-

ઘૂંટણની સર્જરીનાં ખોટાં બિલથી મેડિક્લેમના ૨.૫૮ લાખ પડાવવાની કોશિશ કરનાર ડોક્ટર, લેબોરેટરીનો પૂર્વ કર્મચારી અને પતિ-પત્ની સામે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાઈ છે. પોલીસે સંન્નિધિ હોસ્પિટલના ડોક્ટર, લેબના કર્મચારી અને મેડિક્લેમ ધારકના પતિની ધરપકડ કરી ૨ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. ડભોઇ રોડની કાન્હા ગોલ્ડ રેસિડેન્સીમાં રહેતાં ડેન્ટિસ્ટ સેજલબેન ભાવેશ કુકડિયાએ ૨૭ એપ્રિલ, ૨૦૧૯માં રોયલ સુંદરમ જનરલ ઇન્સ્યોરન્સ કંપનીમાંથી હેલ્થ ઇન્સ્યોરન્સ લીધો હતો. મહિલાએ હેલ્થ ઇન્સ્યોરન્સ થકી ઘૂંટણનું ઓપરેશન કર્યું હોવાથી ૧૬ જુલાઈ, ૨૦૨૦ના રોજ રૂ.૨,૫૮,૯૮૪નો મેડિક્લેમ મેળવવા અરજી કરી હતી.

મહિલાએ મેડિક્લેમની રકમ મેળવવા વાઘોડિયા-ડભોઇ રિંગ રોડ પરિવાર ચાર રસ્તાની સંન્નિધિ હોસ્પિટલમાં સારવાર કરાવ્યાનાં બિલ, ઝવેરી પેથોલોજી લેબોરેટરીના રિપોર્ટની ફાઇલ ઇન્સ્યોરન્સ કંપનીની ટીપીએ (મેડિકલ આસિસ્ટ)માં મૂકી હતી. ઇન્સ્યોરન્સ કંપની દ્વારા ફાઇલની ખરાઈ કરવા સંન્નિધિ હોસ્પિટલના ડો. અનિમેષ સોલંકીને પૂછતાં તેમણે સેજલબેન નામના કોઈ દર્દીએ તેમની હોસ્પિટલમાં સારવાર લીધી નથી, આ મહિલાએ તેમની હોસ્પિટલના ડોક્યૂમેન્ટનો ખોટી રીતે ઉપયોગ કર્યો છે, તેમ લેટરપેડ પર લખી આપ્યું હોવાનું બહાર આવ્યું હતું.

સેજલબેને કંપનીમાંથી ૨૭ એપ્રિલ-૨૦૧૯ના રોજ પોલીસી લીધી હતી, જેની મુદત ૨૬ એપ્રિલ-૨૦૨૦ સુધી હતી. ત્યારબાદ સેજલબેને ૧૬ જુલાઇ-૨૦૨૦ના રોજ ડોકયુમેન્ટ્‌સ ટીપીએ કંપનીને જમા કરાવી ૨,૫૮,૯૮૪નો મેડિક્લેમ મેળવવા અરજી કરી હતી. જેથી કંપનીને શંકા જતા અમારી કંપનીએ ખાનગી ઇન્વેસ્ટિગેશન એજન્સીને તપાસ સોંપી હતી. તપાસ દરમિયાન સેજલબેને વાઘોડિયા-ડભોઇ રિંગ રોડ પર પરિવાર ચાર રસ્તા પાસે આવેલી સંન્નધી હોસ્પિટલના બીલ તથા લેબોરેટરીના રિપોર્ટ રજૂ કર્યાં હતા

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution