ઢાંકણ ખોલ્યાના ચાર કલાકમાં રસી વાપરી નાંખવી પડશે

દિલ્હી-

કોરોના રસીકરણ આગામી 16મી થી દેશભરમાં શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે, સમગ્ર તંત્ર એ બાબતે સતર્ક છે કે, વેક્સીન વાયલ મોનિટર્સની વ્યવસ્થા ન હોવાને લીધે રસીને લાંબો સમય સંઘરી નહીં શકાય. આમ, દસ ડોઝ ધરાવતી એક બોટલનું વાયલ ખોલી નાંખ્યા પછી તેને ચાર કલાકની અંદર વાપરી નાંખવું પડશે. 

કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને સરકારે આ વખતે ઓપન વાયલ પોલીસી નહીં રાખવાનું પસંદ કર્યું છે. વાયલ મોનિટર્સ વાપરવામાં આવે તો, બોટલ ખોલ્યાના કલાકો પછી પણ તેને વાપરી શકાય છે, અને તેની અસરકારકતા પર કોઈ અસર થતી નથી. યુનિવર્સલ ઈમ્યુનાઈઝેશન પ્રોગ્રામ અંતર્ગત એકવાર બોટલ ખોલ્યા બાદ ચાર અઠવાડીયા સુધી વાપરી શકાય છે. આવું એટલા માટે થઈ શકે છે, કારણ કે, તેમાં વીવીએમ યાને વેક્સિન વાયલ મોનિટર હોય છે, જે વાયલના તાપમાન સહિતની માહિતી રાખે છે, જેને પગલે તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં અને સ્ટોર કરવામાં સુવિધા રહે છે. 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution