રાજકોટ-
રાજકોટ જિલ્લામાં કોરોનાની રસીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટના પડધરી તાલુકાના કેરાળા અને ફતેપર ગામના તમામ સિનિયર સિટીજનોએ રસી લીધી છે. બંને ગામના સિનિયર સિટીજનો રસી લેવામાં જિલ્લામાં અવવલ નમ્બરે આવ્યા છે અને ૧૦૦ ટકા સિનિયર સિટીઝનોને રસીકરણ કરવામાં આવ્યું છે.
રાજકોટ જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો સતત થઈ રહ્યો છે. પરંતુ રાજકોટ જિલ્લાના બે ગામ કે જેને સમગ્ર જિલ્લાને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે કે, કોરોના વેક્સિન સંપૂર્ણ પણે સુરક્ષિત છે. શહેરો કરતા ગામડાંના લોકો રસી માટે ખૂબ જ જાગૃતિ જાેવા મળી રહી છે.
રાજકોટના જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિતેષ ભાંડેરીએ જણાવ્યું હતું કે, પડધરીના ફતેપરા ગામમાં ૧૦૨ અને કેરાળા ગામના ૯૨ સિનિયર સિટીઝનોએ વેક્સિન મુકાવી છે...બન્ને ગામડાની વસ્તી ઓછી હોવાથી શક્ય બન્યું છે. રાજકોટ જિલ્લામાં ૧.૮૦ લાખમાંથી ૪૦ હજાર સિનિયર સિટીઝનોને વેક્સિન અપાઈ ચુકી છે. જાેકે હજુ પણ અનેક ગામડાના સિનિયર સિટીઝનોને વેક્સિનેશન આપવામાં આવી રહી છે.