ગાંધીનગર, ગુજરાતમાં એક તરફ પૂરજાેશમાં વેક્સિનેશનનો દાવો કરવામાં આવી રહ્યો છે. પંરતુ ગુજરાતમા વેક્સીનનો જથ્થો ન હોવાની બૂમો પડી રહી છે. અમદાવાદ, વડોદરા, સુરતમાં વેક્સિન ન હોવાના સમાચાર આવી રહ્યા છે. જેથી અનેક સેન્ટરો પર હાલ વેક્સિનેશન કાર્યક્રમ અટકી પડ્યા છે. લોકો વેક્સિન લીધા વગર પરત ફરી રહ્યાં છે.
અમદાવાદમાં કોવિડ વેક્સીનેશન મામલે શહેરમાં અંધાધૂંધી યથાવત જાેવા મળી રહી છે. અમદાવાદમાં રસીનો પૂરતો સ્ટોક ન હોવાથી અનેક સેન્ટરો પર લોકોની ભીડ જાેવા મળી રહી છે. શહેરના બોડકદેવના દીનદયાળ હોલ ખાતે રસી લેવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે. ત્યારે રસી લેનારની લાંબી લાઈનમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જાેવા મળી રહ્યા છે. ભીડને કાબૂમાં લેવા પોલીસ જવાનો પણ ઉપસ્થિત છે. રસીના મળતા અપૂર્તા સ્ટોક મામલે સરકારમાંથી રસીનો સ્ટોક ન આવતો હોવાની એએમસી દ્વારા કબુલાત કરવામાં આવી છે. દૈનિક ૧ લાખ વેક્સીનેશન કરવાના સરકારના દાવાની હવા નીકળી છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે શહેરમાં ૨૦ હજાર લોકોને જ રસી આપવામાં આવી હતી. જાે કે, રસીનો પૂરતો સ્ટોક ન હોવાથી એકાએક ઓનસ્પોટ રસીકરણ બંધ કરી દેવામાં આવ્યું છે. માત્ર સ્લોટ મેળવનારને જ રસી આપવામાં આવી રહી છે.
સુરતમાં પણ વેક્સીનેશનમાં બુમો પડતી જાેવા મળી રહી છે. સુરતમાં ઓનસ્પોર્ટ વેક્સીન ઝુંબેશનું સુરસુરીયું થતું જાેવા મળી રહ્યું છે. સુરતમાં કોવિડ વેક્સીનના અપૂરતા સ્ટોકને કારણે ૧૩૦ સેન્ટરો બંધ કરી દેવામાં આવ્યા છે. જ્યારે માત્ર ૧૦૦ સેન્ટરો જ હાલ પુરતા કાર્યરત છે. સુરતમાં હાલ પ્રત્યેક સેન્ટર પર ૨૦૦ થી ૨૫૦ લોકોને જ વેક્સીન આપવામાં આવી રહી છે. ત્યારે આ અંગે સોશિયલ મીડિયા થકી લોકોને જાણકારી આપવામાં આવી રહી છે.
નવસારી જિલ્લામાં ફરી એકવાર વેક્સીનેશન પર બ્રેક લાગી ગઈ છે. જિલ્લામાં શરૂ કરવામાં આવેલા ૨૭ થી વધુ સેન્ટરો પર રસી ન આવતા લોકોમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે. અપોઈટમેન્ટ બુક કરાવ્યા છતાં રસી ન મળતા લોકોએ તંત્ર સામે સવાલો ઉઠાવી રહ્યા છે. નવસારી નગરપાલિકા હાઈસ્કૂલમાં રસી લેવા માટે લોકોની ભારે ભીડ જામી હતી. ત્યારે લોકોની ભીડને દૂર કરવા માટે ટાઉન પોલીસ સ્થળ પર દોડી આવી હતી. રસી ન મળતા લોકો ફરી એકવાર નિરાશ થઈને ઘેર પરત ફર્યા હતા. ત્યારે આ સમગ્ર મામલે આરોગ્ય વિભાગે મૌન ધારણ કર્યું હતું.
ગુજરાતમાં અત્યારસુધી કુલ ૨.૪૮ કરોડ લોકોને કોરોનાની વેક્સીન આપવામાં આવી છે. જેમાં ૧.૩૫ કરોડ પુરુષ અને ૧.૧૩ કરોડ મહિલાનો સમાવેશ થાય છે. જેમાં ૧૯,૬૨,૩૩૫ હેલ્થ તેમજ ફ્રન્ટ લાઇન વર્કરને પ્રથમ ડોઝ, જ્યારે ૧૨,૦૭,૩૭૫ લોકોને બીજાે ડોઝ આપવામાં આવ્યો છે. ૪૫ વર્ષથી વધુ વયના ૧,૦૬,૯૬,૮૬૫ લોકોને પ્રથમ ડોઝ અને ૩૯,૮૩,૧૧૫ લોકોને બીજાે ડોઝ આપવામાં આવ્યો છે. ૧૮થી ૪૫ વર્ષની વયના ૬૮,૩૪,૬૦૭ લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે, જ્યારે ૧,૯૪,૮૩૦ લોકોને બીજાે ડોઝ આપવામાં આવ્યો છે. રાજ્યમાં સૌથી વધુ રસીકરણઃ સૌથી વધારે રસીકરણ કરનાર જિલ્લા કે કોર્પોરેશનની વાત કરવામાં આવે તો અમદાવાદમાં સૌથી વધારે ૨૮,૪૫,૬૩૦ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. સૌથી ઓછા રસીકરણની વાત કરવામાં આવે તો આદિવાસી વિસ્તાર એવા ડાંગમાં ફક્ત ૫૮,૦૪૨ લોકોએ કોરોનાની વેક્સીન લીધી છે.