દિલ્હી-
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા એ તમામ રાજ્ય સરકારોને એવો અનુરોધ કર્યો છે કે ૫મી સપ્ટેમ્બર સુધીમાં તમામ શિક્ષકોનું રસીકરણ થઈ જવું જોઈએ. ટ્વીટ કરીને એમણે આ પ્રકારની સૂચના જારી કરી છે. તેમણે કહ્યું છે કે ચાલુ માસ દરમિયાન જ દરેક રાજ્યને રસી ઉપલબ્ધ કરાવવાની યોજના ઉપરાંત બે કરોડથી વધુ ડોઝ ઉપલબ્ધ કરાવવામાં આવશે. પાંચમી સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસની દેશભરમાં ઉજવણી થવાની છે. શિક્ષક દિવસ ની ઉજવણી પહેલાં તમામ શિક્ષકો નું રસીકરણ પૂરું થઈ જવું જોઈએ આ કામને અગ્રતા આપવી જોઈએ. આ પહેલા પણ નિષ્ણાંતોએ એવી સલાહ આપી હતી કે સૌ પ્રથમ શિક્ષકો નું રસીકરણ જરુરી છે. લગભગ દરેક રાજ્યમાં હજુ શિક્ષકોનું રસીકરણ સંપૂર્ણ રીતે સંપન્ન થઈ શક્યું નથી ત્યારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી દ્વારા તમામ રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પાંચમી સપ્ટેમ્બર સુધીમાં રસીકરણ નું કામ પૂરું કરી લેવાની સુચના આપી છે.