ઉત્તરાખંડ સરકારે ૩૧મી મે સુધી વીઆઈપી દર્શન પર પ્રતિબંધ મુક્યો

ઉત્તરાખંડ સરકારે ૩૧મી મે સુધી વીઆઈપી દર્શન પર પ્રતિબંધ મુક્યો

દેહરાદુન,

ચારધામ યાત્રા પર ભીડ વધવાના કારણે ઉત્તરાખંડ સરકારે મોટો ર્નિણય લીધો છે. ઉત્તરાખંડ સરકારે ૩૧મી મે સુધી વીઆઈપી દર્શન પર પ્રતિબંધ મુકાયો છે. આ સાથે હરિદ્વાર અને ઋષિકેશમાં ઓફલાઈન રજીસ્ટ્રેશન ૧૯મી મે સુધી બંધ રાખવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. ચારધામ યાત્રા ૧૦મી મેના રોજ શરૂ થઈ હતી. મુખ્ય સચિવ રાધા રાતુરીએ ૩૧મી મે સુધી ફૈંઁ દર્શન પર પ્રતિબંધ મૂકતો પત્ર જાહેર કર્યો છે. આ ઉપરાંત સરકારે ચારધામના સરળતાથી દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓનું રજીસ્ટ્રેશન ફરજિયાત કરી દીધુ છે. હવે જે દિવસે રજીસ્ટ્રેશન થયું છે તે જ દિવસે દર્શન થશે. આ પહેલા ૩૦મી એપ્રિલે રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખીને ૨૫મી મે સુધી વીઆઈપી દર્શનની વ્યવસ્થા રોકવાનો આદેશ આપ્યો હતો. અગાઉ મુખ્ય સચિવ રાધા રાતુરીએ તમામ જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિકારીઓને સૂચના આપી હતી કે, યાત્રા પર આવનારા ભક્તો મંદિરની ૨૦૦ મીટરની ત્રિજ્યામાં વીડિયો બનાવી શકશે નહીં કે મોબાઈલનો ઉપયોગ પણ કરી શકશે નહીં.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution