કાનપુર-
ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક પત્રકાર પર હુમલો થયો છે. પત્રકારને લોખંડના સળિયાથી માથામાં વાગ્યો છે. આ હુમલામાં બે હુમલાખોરોની ધરપકડ કરવામાં આવી છે જ્યારે એક ફરાર હોવાનું કહેવાય છે. ગત મહિને બલરામપુરમાં એક પત્રકારનું શંકાસ્પદ સંજોગોમાં મોત નીપજ્યું હતું.
હુમલો કરવાની આ ઘટના કાનપુરના કલ્યાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારના મસ્વાનપુર વિસ્તારમાં બની છે. હુમલાની તુરંત પોલીસ કાર્યવાહીમાં આવી હતી અને ડીઆઈજી પ્રીતિન્દરસિંહે તાત્કાલિક અસરથી કાર્યવાહી કરી હતી.
પત્રકાર પરના હુમલાના કેસમાં પોલીસે 2 આરોપી હુમલાખોરોની ધરપકડ કરી છે, જ્યારે એક ફરાર હોવાનું જણાવાયું છે.
આ હુમલામાં ઘાયલ પત્રકાર અશ્વનીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેની સારવાર ચાલી રહી છે. આ પહેલા બલરામપુર જિલ્લામાં પત્રકાર અને તેના સાથીને જીવતા સળગાવી દેવાના કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી અને એસઆઈટીની રચના કરવામાં આવી હતી અને આ મામલે તપાસની માંગ કરવામાં આવી હતી. અલ્હાબાદ હાઈકોર્ટના વકીલ ગૌરવ દ્વિવેદીએ અરજી દાખલ કરી હતી.