કોરોનાવાઈરસ મહામારીએ વિશ્વભરમાં તેનો પગપસારો કર્યો છે. મહામારીએ દસ્તક દેતાં જ મેડિકલ સ્ટાફથી લઈને સામાન્ય માણસો પર્સનલ હાઈજીન માટે વધારે ચિંતિંત બન્યા છે. વારંવાર સાબુ કે હેન્ડવોશથી હાશ ન ધોવા પડે અને વધારે સરળ રીતે હાથને ડિસઈન્ફેક્ટ અર્થાત જંતુમુક્ત કરી શકાય તે માટે મહામારીના આ કપરા સમયમાં હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ બહોળા પ્રમાણમાં થવા લાગ્યો છે, પંરતુ તેના વધારે પડતા ઉપયોગથી તમને ઘણાં નુક્સાન ભોગવવાનો વારો આવી શકે છે. અમેરિકાની સ્વાસ્થ્ય સંસ્થા FDA (ફૂડ એન્ડ કન્ટ્રોલ એડમિનિસ્ટ્રેશન)એ ચેતવણી આપતા કહ્યું છે કે, હેન્ડ સેનિટાઈઝરમાં રહેલાં ટોક્સિક આલ્કોહોલથી અંધાપા સહિતની અનેક સ્વાસ્થ્ય સંબંધિત બીમારીઓ થઈ શકે છે.
FDAએ હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરતાં પહેલાં તેના કન્ટેન્ટ અર્થાત તે કયા પ્રકારના દ્વવ્યો કે તત્ત્વોમાંથી બનેલું છે તે ચકાસવાની પણ સલાહ આપી છે. FDAના જણાવ્યા અનુસાર, વુડ આલ્કોહોલ અર્થાત મીથેનોલ ધરાવતા હેન્ડ સેનિટાઈઝરથી સ્વાસ્થ્યને નુક્સાન થઈ શકે છે.
છે
FDAના કમિશનર સ્ટીફનના જણાવ્યા પ્રમાણે હેલ્થ કેર વર્કર્સ અને ગ્રાહકોએ મીથેનોલયુક્ત હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ ટાળવો જોઈએ. ઈન્ટરનેશનલ હેલ્થ રિપોર્ટ્સ પ્રમાણે મીથેનોલ સહિતના હાનિકારક કેમિકલ ધરાવતાં હેન્ડ સેનિટાઈઝરના ઉપયોગથી ઊલટી, અંધાપો, સ્ટ્રોક, કોમા સહિતની ગંભીર બીમારીઓ થઈ શકે છે.