અમદાવાદ-
આગામી સમયમાં દેશના મોટા રેલવે સ્ટેશન પરથી મુસાફરી શરૂ કરવા લોકોએ વધુ ભાડુ આપવુ પડી શકે છે. સરકારે 120 રેલવે સ્ટેશન પર સુવિધા અને સુંદરતા વધારવા નિર્ણય કર્યો છે. ખાનગી ધોરણે આ રીડેવલપમેન્ટ કરનાર કંપનીને પણ ધંધો કરવાનો હોય 'યુઝર્સ ચાર્જ' લાગુ કરવા સરકાર તુરંતમાં નિર્ણય લે તેમ છે.બે સપ્તાહમાં કેબીનેટ અંતિમ નિર્ણય લઇ કયા-કયા સ્ટેશને ચાર્જ લાગુ કરવાનો તેનો નિર્ણય લઇ શકે છે. પ્રથમ તબક્કામાં નવી દિલ્હી, મુંબઇનું શિવાજી ટર્મીનસ, નાગપુર, તિરૂપતિ, ચંદીગઢ, ગ્વાલીયર સહિત 120 સ્ટેશન સામેલ કરાય તેવી શકયતા છે. નવી દિલ્હી અને મુંબઇ માટે બી-ડીંગ ડેટ વધારીને 18 ડિસે. તથા 1પ ડિસે. કરાઇ છે. યુઝર્સ ચાર્જ સીધો કંપનીને મળશે. તેનાથી જ રોકાણકારો આકર્ષિત થશે. આ ચાર્જ પ્લેટ ફોર્મ ટીકીટમાં જ જોડી દેવા વિચારણા ચાલે છે.