સયાજીમાં એક્સપાયરી ડેટના એક્સ્ટિગ્યુસરનો ઉપયોગ

ગોપાલ પંચાલ

હાલ સમગ્ર રાજ્ય સહિત શહેર જિલ્લા માં આકરી ગરમી નું વાતાવરણ ચાલી રહ્યું છે. ત્યારે દિન પ્રતિ દિન આગ ના બનાવો ચિંતા જનક વધારો નોંધાઈ રહ્યો છે.વડોદરા શહેર ની મધ્ય ગુજરાત ની સૌ થી મોટી સરકારી સયાજી હોસ્પિટલ ની એડમિસ્ટ્રેટીવ ઓફિસ માં દિવા નીચે અંધારું હોવાનો કિસ્સો પ્રકાશ માં આવ્યો છે.અલબત્ત હોસ્પિટલ ની એડમિસ્ટ્રેટીવ ઓફિસ માંજ ફાયર એસ્ટીગ્યુસર ના બોટલો એક્સ્પાઈડ ડેટ ના જાેવા મળી રહ્યા છે.આ બાબતે હોસ્પિટલ નું તંત્ર કેટલું બેદરકાર તથા લાપરવાહી વાળું છે તે વિચારવું રહ્યું. આગ લાગે ત્યારે કૂવો ખોદવા ટેવાયલા હોસ્પિટલ વહીવટી તંત્ર અને ફાયર સેફટી ડિપાર્ટમેન્ટ ની લાલિયાવળી ની ચાડી ખાઈ રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા ની સૌથી મોટી સરકારી સયાજી હોસ્પિટલ માં શહેર સહિત જિલ્લા તથા રાજ્ય તેમજ રાજ્ય બહાર ના દર્દી ઓ મોટી સંખ્યા માં સારવાર માટે આવતા હોય છે અને સારવાર માટે દાખલ થાય છે.તદ્‌ ઉપરાંત ચોવીસ કલાક ઇલેક્ટ્રિક ઉપકરણનો કાર્યરત હોય છે. ત્યારે હોસ્પિટલ માં આગ ના બનાવો ની સંભવના વધુ હોય છે.આવા સમયે હોસ્પિટલ ના વહીવટી તંત્ર એ ફાયર ના સાધનો થયી સુસજ્જ ,તેમજ સજાગ રહેવાના બદલે હોસ્પિટલ ની એડમિસ્ટ્રેટીવ ઓફિસ માં લગાવવા માં આવેલા ફાયર સેફટી એસ્ટીગ્યુસરના બોટલો એક્સપાયર ડેટ ના લગાયેલા ઓફિસ માં જાેવા મળી રહ્યા છે.એ હોસ્પિટલ ના વહીવટી તંત્ર ના અદિકારીઓ માટે ખુબજ નિંદનીય બાબત છે.

સયાજી હોસ્પિટલમાં મોટાભાગના વોર્ડમાં ફાયર સેફટીના સાધનો એક્સપાયરી ડેટાના

સયાજી હોસ્પિટલના ફાયર સેફટી વિભાગ દ્વારા હોસ્પિટલમાં ફરજ બજાવતા કમૅચારીઓને ફાયર સેફટીની તાલીમ રૂપે માત્ર લોખંડની કચરાની ટ્રોલી માં કચરો સળગાવી ફાયર એસ્ટીગ્યુસર બોટલ કેવી રીતે ઉપયોગ કરવો તે બતાવીને સંતોષ માણી રહ્યા છે.પરંતુ ફાયર સેફટીના એસ્ટીગ્યુસર ઓફિસની દીવાલ પર લગાવવામાં આવેલા ફાયર બોલ મોટા ભાગે એક્સપાયરી ડેટના છે તેને કોણ બદલશે એ ચર્ચા નો વિષય બન્યો છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution