અમેરિકા: વર્જિનિયામાં વધુ એક વિમાન ક્રેશ થતાં 3 નાં મોત

ન્યૂયોર્ક-

અમેરિકાના સાઉથ વેસ્ટ વર્જિનિયામાં રવિવારે નાનું વિમાન ક્રેશ થતાં વર્જિનિયાના ત્રણ લોકોના મોત થયા હતા. અધિકારીઓએ આ માહિતી આપી હતી.ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (એફએએ) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે સિંગલ એન્જિન બીચક્રાફ્ટ સી 23 સ્થાનિક સમય મુજબ સવારે 11 વાગ્યે ફેયેટવિલેના ફેયેટ એરપોર્ટ પરથી ટેક-ઓફ કર્યા બાદ ક્રેશ થયું હતું.

રાજ્ય પોલીસના કેપ્ટન આર.એ. મેડીએ જણાવ્યું હતું કે વિમાનનો કાટમાળ ન્યૂ રિવર જ્યોર્જ બ્રિજથી થોડે દૂર ચાર્લસ્ટનથી 50 માઇલ (80 કિલોમીટર) દક્ષિણપૂર્વમાં લેન્સિંગના ગ્રામીણ વિસ્તારમાં વાડ પાસે મળી આવ્યો હતો. વિમાનની અંદરથી મૃતદેહો મળી આવ્યા હતા. રાજ્ય પોલીસે મૃતકોની ઓળખ નિક ફ્લેચર (38), માઈકલ ટેપહાઉસ (36) અને વેસ્લી ફાર્લી (39) તરીકે કરી છે. તે બધા વર્જિનિયાના ચેસપીક વિસ્તારના હતા. FAA અને નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ આ મામલાની તપાસ કરી રહ્યા છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution