વોશ્ગિટંન-
અમેરિકાના વિસ્કોન્સિનમાં મોલની અંદર થયેલા હુમલામાં આઠ લોકો ઘાયલ થયા છે. અહેવાલ છે કે આરોપીએ વિસ્કોન્સિનના વાવાટોસામાં એક મોલની અંદર ગોળીબાર કર્યો હતો. મેયર ડેનિસ મેકબ્રાઈડે કહ્યું છે કે પોલીસ આવે ત્યાં સુધી આરોપી ફરાર થઈ ગયો હતો અને તેની શોધ કરવામાં આવી રહી છે. તેઓએ જણાવ્યું છે કે કોઈ પણ ઇજાગ્રસ્તની હાલત ગંભીર નથી. બધાએ સારવાર માટે ઇમરજન્સી સેવાઓ લીધી છે.
પોલીસ વડા બેરી વેબરએ જણાવ્યું છે કે મેફેયર મોલમાં થયેલા આ હુમલા પાછળનું કારણ જાણી શકાયું નથી. વેબરે પત્રકારોને જણાવ્યું હતું કે, "પ્રત્યક્ષદર્શીઓના પ્રારંભિક નિવેદનો મુજબ આરોપીની ઉંમર 20 થી 40 વર્ષની વચ્ચે હોઈ શકે છે." તેની ઓળખ જાણવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
વડાએ લોકોને મોલને એક સક્રિય ગુનાહિત દ્રશ્ય ગણાવીને દૂર રહેવા જણાવ્યું છે અને વધુ માહિતી મળે ત્યાં સુધી મોલ બંધ કરી દેવામાં આવ્યો છે. સાક્ષીઓ કહે છે કે તેઓએ ગોળીબારના 12 અવાજ સાંભળ્યા હતા. ઘટનાની માહિતી મળ્યા બાદ 75 પોલીસ અધિકારીઓ અને 10 એમ્બ્યુલન્સને ઘટના સ્થળે મોકલવાનું કહેવામાં આવ્યું હતું.