વોશિગ્ટન-
ટ્રંમ્પના આ નિર્ણયથી ભારતમાં IT પ્રોફેશનલ્સને મોટો ફાયદો થવાની આશા છે. એના કારણે જ આ અઠવાડિયામાં IT સેક્ટરોના શેર્સમાં ઉછાળો જોવા મળ્યો છે. TCS, ઈન્ફોસિસ અને HCL ના શર્સમાં 1 ટકાનો વધારો થયો હતો.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટંમ્પે હવે H-1B વિઝાના નિયમો પર અમૂક શર્યો સાથે છૂટ આપી દીધી છે. નવા નિયમો મુજબ જો કોઈ H-1B વિઝા ધારક પ્રતિબંધ લાગ્યા પહેલા પોતાની નોકરી માટે અમેરિકા જવા ઈચ્છે તો તેને પરવાનગી મળી જશે. આ સાથે વિઝાધારકના પત્ની અને બાળકોને પણ પ્રાઈમરી વિઝામાં અમેરિકા જવાની છૂટ અપાઈ છે.