દિલ્હી-
ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સરહદી વિવાદ વચ્ચે અમેરિકાએ પોતાના ઈરાદાઓ સ્પષ્ટ કરી દીધા છે. અમેરિકાના પેટ્રોલિંગ જહાંજે આંદમાન-નોકોબાર દ્વીપ સમુહથી ઈંધણ ભરી ચીનને સ્પષ્ટ સંદેશ આપી દીધો છે. 25 સપ્ટેમ્બરે PB-8 પોસાઈડન એરક્રાફ્ટે પોર્ટ બ્લેયરમાં ઉતરાણ કર્યું હતું. લોજિસ્ટિક્સ અને રિફ્યૂલિંગ સપોર્ટ માટે ઉતારવામાં આવેલુ આ વિમાન મિસાઈલો અને ઘાતકથી સજ્જ હતું.
ભારત અને અમેરિકા વચ્ચે 2016 માં થયેલી સમજુતી અંતર્ગત એક-બીજાના જંગી જહાજાે પર રિફ્યૂલિંગ અને ઓપરેશનલ ટર્નઅરાઉંડ સુવિધાઓ પુરી પાડે છે. પરંતુ અમેરિકી સેનાનું કોઈ જહાજ ભારતના આંદમાન-નિકોબાર ટાપુ પર લેન્ડ થયું હોય એવું પહેલી જ વાર બન્યું છે. આ ઘટના એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે હિંદ મહાસાગર ક્ષેત્રમાં આંદમાનની નજીક જ ભારત અને ચીને તાજેતરમાં જ યુદ્ધાભ્યાસ કર્યો હતો. આ વિસ્તાર ચીનની સપ્લાઈ લાઈન માટે ખુબ જ મહત્વનો છે.
લોજિસ્ટિક્સ એક્ચેંજ મેમોરેંડમ ઓફ એગ્રીમેંટ અનુંસાર ભારતીય જંગી જહાજાે અને એરક્રફ્ટ્સને જીબુટી, ડિએગો ગ્રેસિયા, ગુઆમ અને સ્યૂબિક બેના અમેરિકી બેઝ પર એક્સેસ મળે છે. જુલાઈમાં ચીનને એક રણનૈતિક સંકેતમાં ભારતના જંગી જહાંજાેએ દક્ષિણ બંગાળની ખાડીમાં અમેરિકી કેરિયર સ્ટ્રાઈક ગ્રુપ સાથે યુદ્ધાભ્યાસ કર્યો હતો. ભારતીય નેવીને બોઈંગ દ્વારા બનાવવામાં આવેલા PB-8 એરક્રાફ્ટ પોતાના બેડામાં શામેલ કર્યા છે. જાન્યુઆરી 2009માં 2.1 મિલિયન ડૉલરમાં આ સોદો થયો હતો. આજ પ્રકારના વધુ ચાર વિમાનો આ વર્ષે જ ડિસેમ્બરમાં ભારતને મળી જશે. આ વિમાનો માટે જુલાઈ ૨૦૧૬માં 1.1 બિલિયન ડૉલરનો વધુ એક સોદો કરવામાં આવ્યો હતો.