ટેરિફ પ્રતિબંધ પછી યુએસ બજારમાં ૧૨ ટકાનો ઉછાળો
10, એપ્રીલ 2025 મુંબઇ   |  

એશિયન બજારોમાં પણ ૧૦ ટકાની તેજી

૯ એપ્રિલના રોજ યુએસ બજારો ૧૨ ટકા વધીને બંધ થયા હતા. જ્યારે એશિયન બજારો પણ ૧૦ ટકા વધીને બંધ થયા હતા. આજે મહાવીર જયંતીની રજાને કારણે ભારતીય બજારો બંધ છે. ત્યારે બજારોમાં ઉછાળાનું કારણ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ચીન સિવાયના તમામ દેશો પર પારસ્પરિક ટેરિફ ૯૦ દિવસ માટે મુલતવી રાખવાનો ર્નિણય હોવાનું મનાય છે.

એશિયન બજારોની સ્થિતી

- જાપાનનો નિક્કેઇ ઇન્ડેક્સ ૨,૬૬૦ પોઈન્ટ અથવા ૮.૩૯ ટકા વધીને ૩૪,૩૭૦ પર પહોંચ્યો.

- કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ ૧૧૦ પોઈન્ટ અથવા ૪.૭૦ ટકા વધીને ૨૪૦૦ પર બંધ રહ્યો.

- તાઇવાનનો ટાઇએક્સ ઇન્ડેક્સ ૬૨૦ પોઈન્ટ અથવા ૯.૩૫ ટકા વધીને ૧૯,૦૨૦ પર પહોંચ્યો.

- અમેરિકાના નાસ્ડેકમાં ૨૦૦૧ પછીનો સૌથી મોટો ઉછાળો જાેવા મળ્યો

- ડાઉ જાેન્સ ૨,૯૬૨ પોઈન્ટ અથવા ૭.૮૭ ટકા વધીને ૪૦,૬૦૮ પર બંધ થયો, જે માર્ચ ૨૦૨૦ પછીનો સૌથી મોટો એક દિવસીય વધારો છે.

- એસએન્ડપી ૫૦૦ ઇન્ડેક્સ ૯.૫૨ ટકા વધીને ૫,૪૫૬.૯૦ પર પહોંચ્યો, જે ૨૦૦૮ પછીનો સૌથી મોટો સિંગલ-સેશન વધારો છે.

- ટેક શેરોનો સૂચકાંક, નાસ્ડેક કમ્પોઝિટ, ૧૨.૧૬ ટકા વધીને ૧૭,૧૨૪ પર પહોંચ્યો, જે જાન્યુઆરી ૨૦૦૧ પછીનો સૌથી મોટો વધારો છે.

- લગભગ ૩૦ અબજ શેરનું ટ્રેડિંગ થયું, જે વોલ સ્ટ્રીટના ઇતિહાસમાં સૌથી વધુ ટ્રેડેડ દિવસ બન્યો.

ડાઉ જાેન્સ ટોચ શેર

શેર કિંમત તેજી તેજી %

એનવીડિયા ૧૧૪.૩૬ ૧૮.૩૩ ૧૯.૦૯

ઇન્ટેલ ૨૧.૪૭ ૩.૩૨ ૧૮.૨૯

ડાઉ ઇન્ક. ૨૯.૮૪ ૪.૧૨ ૧૬.૦૦

બોઇંગ ૧૬૦.૮૨ ૨૧.૭૪ ૧૫.૬૩

એપલ ઇન્ક. ૧૯૮.૬૦ ૨૬.૨૨ ૧૫.૨૧

નોંધ : કિંમત ડોલરમાં છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution