વોશિગ્ટંન-
વિશ્વમાં આ સમયે ચીન સામે વાતાવરણ ઉભું થઈ રહ્યું છે. અમેરિકા ચીન વિરુદ્ધ સતત બયાનબાજી કરી રહ્યુ છે. દરમિયાન, યુએસ કોંગ્રેસના 25 સભ્યોએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પત્ર લખ્યો છે. માંગ કરવામાં આવી છે કે હવે એવો સમય આવી ગયો છે કે અમેરિકાએ પણ ભારતની જેમ કડક નિર્ણય લેવો જોઈએ અને દેશમાં ટિકટોકની અન્ય એપ્સ પર પ્રતિબંધ મૂકવો જોઈએ.
આ પત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે જૂન મહિનામાં ભારતે ચીન સામે મોટું પગલું ભર્યું, રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે ટિકટોક જેવી અનેક મોબાઇલ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો. ચીનનો સામ્યવાદી પક્ષ લોકોનો ડેટા એકત્રિત કરવા અને માહિતી એકત્રિત કરવાનો એક જ ધ્યેય ધરાવે છે, જેની સામે ભારત સરકારે નિર્ણય કર્યો હતો.
ડોનાલ્ડ ટ્રમ્પને અપીલ કરવામાં આવી છે કે અમેરિકાને ટિકિટોક જેેવી એપ્લીકેશન પર વિશ્વાસ મુકવાની જરૂર નથી, અમેરિકા માટે જોખમકારક વેબસાઇટ્સ અથવા એપ્લિકેશનો પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવો જોઈએ. જેમ ભારતે કર્યું છે