વોશિંગ્ટન-
અમેરિકી સંરક્ષણ વિભાગના મુખ્ય મથક પેન્ટાગોનમાં હિલચાલ મંગળવારે સવારથી બંધ છે. સંરક્ષણ વિભાગના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, મેટ્રો બસ પ્લેટફોર્મ નજીક ફાયરિંગની ઘટના બાદ આ ર્નિણય લેવામાં આવ્યો છે. ઘટના બાદ તરત જ પેન્ટાગોન ફોર્સ પ્રોટેક્શન એજન્સીને એલર્ટ મોકલવામાં આવ્યું હતું. જે તમામ અધિકારીઓને બિલ્ડિંગની અંદર રહેવાનું કહેવામાં આવ્યું હતું. મીડિયા અહેવાલો અનુસાર, અત્યાર સુધી કોઈ જાનહાનિ વિશે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી, ન તો તે જાણી શકાયું છે કે બંદૂકધારીની ધરપકડ કરવામાં આવી છે કે નહીં.
મંગળવારે સવારે ૧૧ વાગ્યે (સ્થાનિક સમય) પછી, પેન્ટાગોન ફોર્સ પ્રોટેક્શન એજન્સી (પીએફપીએ) એ ટિ્વટ કર્યું હતું કે, પેન્ટાગોન ટ્રાન્ઝિટ સેન્ટરમાં બનેલી ઘટના બાદ પેન્ટાગોન હાલમાં લોકડાઉનમાં છે. અમે લોકોને આ વિસ્તારમાં આવવાનું ટાળવા કહ્યું છે. વધુ વિગતો ટૂંક સમયમાં આવશે. 'મેટ્રો સ્ટેશન અને બસ સ્ટોપ પેન્ટાગોન બિલ્ડિંગની બહાર જ સ્થિત છે. આવી સ્થિતિમાં મેટ્રોમાં મુસાફરી કરતા લોકોએ બિલ્ડિંગમાં પ્રવેશતા પહેલા સુરક્ષા તપાસમાંથી પસાર થવું પડે છે. ગોળીબારની ઘટનાથી પરિચિત બે લોકોએ નામ ન આપવાની વિનંતી કરતાં કહ્યું કે ઓછામાં ઓછા એક વ્યક્તિનું મોત થયું છે. પોલીસ તપાસને કારણે મેટ્રો સબવે ટ્રેનોને પેન્ટાગોન સ્ટેશન પર ન રોકવાનો આદેશ આપવામાં આવ્યો હતો. એક એસોસિએટેડ પ્રેસ (એપી) પત્રકારે ઘણી વખત ગોળીબારનો અવાજ સાંભળ્યો હતો. જોકે, અત્યાર સુધી રાષ્ટ્રપતિ જો બિડેન અથવા સંરક્ષણ મંત્રી લોઈડ ઓસ્ટિન તરફથી કોઈ નિવેદન જારી કરવામાં આવ્યું નથી.