વોશિંગ્ટન-
અમેરિકન સેનાએ ઇરાક-સીરિયા સરહદ વિસ્તારમાં ઈરાન સમર્થિત મિલિશિયા સમૂહની વિરુદ્ધ ડિફેન્સિવ એર સ્ટ્રાઇકને અંજામ આપ્યો છે. પેન્ટાગનના પ્રેસ સેક્રેટરી જાેન કિરબીએ આ વાતની જાણકારી આપી. સીરિયામાં ઈરાન સમર્થિત આ સમૂહોને ઇઝરાઇલ માટે પણ એક મોટો ખતરો માનવામાં આવી રહ્યું છે. આવામાં અમેરિકાની કાર્યવાહી ઘણી મહત્વની છે.
પેન્ટાગન પ્રેસ સચિવ પ્રમાણે આ અડ્ડાઓને એ કારણ ટાર્ગેટ કરવામાં આવ્યા છે, કેમકે આનો ઉપયોગ ઈરાન સમર્થિત મિલિશિયા જૂથ કરે છે જે ઈરાકમાં અમેરિકન જવાનો અને ઠેકાણાઓ પર ેંછફ હુમલાઓમાં સામેલ છે. અમેરિકાએ પોતાની એર સ્ટ્રાઇકમાં ઑપરેશનલ અને વેપન સ્ટોરેજવાળા સીરિયામાં ૨ ઠેકાણાઓ અને ઈરાકમાં એક ઠેકાણા નિશાન બનાવ્યું. જાે કે એ ખુલાસો નથી કરવામાં આવ્યો કે, આ હુમલામાં કોઈ માર્યું ગયું કે ઘાયલ થયું છે કે કેમ? અધિકારીઓનું કહેવું છે કે આનું આકલન ચાલું છે. આ એર સ્ટ્રાઇક રાષ્ટ્રપતિ જાે બાઇડેનના નિર્દેશ પર કરવામાં આવી, જેમણે રાષ્ટ્રપતિ બન્યાના ૫ મહિનાની અંદર બીજીવાર ઈરાન સમર્થિત મિલિશિયા સમૂહની વિરુદ્ધ જવાબી હુમલાનો આદેશ આપ્યો છે. બાઇડેને છેલ્લે ફેબ્રુઆરી દરમિયાન સીરિયામાં હુમલાનો આદેશ આપ્યો હતો. એ સમયે આ હુમલો ઇરાકમાં રૉકેટ હુમલાના જવાબમાં હતો.