મેડ્રિડ-
વિશ્વની બીજા નંબરની નાઓમી ઓસાકાએ રવિવારે અહીં ત્રણ સેટની મેચમાં કારોલિના મુચોવા સામે હાર્યા બાદ મેડ્રિડ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી. ઝેક રિપબ્લિકની ૨૦ મી રેન્કિંગના મુચોવાએ બીજા રાઉન્ડની મેચ ૬-૬, ૩-૬, ૬-૧થી જીતી લીધી. ઓસાકાએ અગાઉ મિયામી ઓપનની ક્વાર્ટર ફાઇનલમાં મારિયા સાકરી સામે હારી હતી. મુચોવા હવે સાકરીનો સામનો કરશે, જેણે અનેટ કોનાટવિટને ૬-૩, ૬-૧ થી હરાવી હતી.
અનાસ્તાસીયા પાવલ્યાચેન્કોવાએ છઠ્ઠી ક્રમાંકિત કરોલિના પ્લીસ્કોવાને ૬-૦, ૭-૫ થી પરાજિત કરી હતી, જ્યારે પાંચમી ક્રમાંકિત આર્યના સબાલેન્કાએ ડારિયા કસ્તાકીનાને ૬-૩,૬-૩ થી હરાવી હતી.
પુરુષ વિભાગમાં ડેનિસ શાપોવાલોવે દુસાન લાજોવિઝને ૬-૧, ૬-૩ થી પરાજિત કર્યો, જ્યારે ટોમી પોલે પેડ્રો માર્ટિનેઝને ૬-૪, ૭-૫ થી હરાવ્યો.