ઉત્તરપ્રદેશ-
ઉત્તરપ્રદેશનાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પણ કોરોના પોઝીટીવ થયા છે. આ વાતની જાણકારી તેમણે ટ્વીટ કરીને આપી હતી. જણાવી દઈએ કે આ પહેલા પૂર્વ સીએમ અખિલેશ યાદવ પણ કોરોના પોઝીટીવ આવી ચુક્યા છે.
તેમણે ટ્વીટ કરીને જણાવ્યું છે કે શરૂઆતમાં લક્ષણ દેખાયા બાદ મે કોવીડની તપાસ કરી લીધી કે જેમાં મારો રીપોર્ટ કોરોના પોઝીટીવ આવી હતી. હાલમાં હું સેલ્ફ આઈસોલેશનમાં છું અને તજજ્ઞો સાથે વાતચીત કરીને તબીબોએ આપેલી સલાહનું ચુસ્ત પાલન કરી રહ્યો છું.