દિલ્હી-
શ્રીરામ મંદિર ભૂમિ પૂજન માટે અયોધ્યા સજીધજીને તૈયાર છે . આ બધા વચ્ચે એવા સમાચાર છે કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે ફરી અયોધ્યા જશે અને ભૂમિ પૂજનની તૈયારીઓની સમીક્ષા કરશે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે બપોરે અયોધ્યા પહોંચશે .
અયોધ્યામાં પીએમ નરેન્દ્ર મોદીના પાંચ ઓગસ્ટના આગમન અગાઉ એકવાર ફરીથી સીએમ યોગી આદિત્યનાથ અયોધ્યા જઈને તૈયારીઓની સમીક્ષા કરશે . તેમણે આ પહેલા 25 જુલાઈના રોજ અયોધ્યાની મુલાકાત લીધી હતી . અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે પાંચ ઓગસ્ટના રોજ ભૂમિપૂજન થવાનું છે . અયોધ્યામાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે . સીએમ યોગીના નિર્દેશો મુજબ 4 અને 5 ઓગસ્ટના રોજ મથુરા , ચિત્રકૂટ , પ્રયાગરાજ , ગોરખપુર નૈમિષારણ્યમાં અખંડ રામાયણના પાઠ કરાવવામાં આવશે . આ પ્રમુખ તીર્થસ્થળો પર 5 ઓગસ્ટના રોજ દીવાળી પણ ઉજવાશે .
500 વર્ષનો ઈન્તેજાર ખતમ થઈ રહ્યો છે . પરંતુ દેશ માટે હવે 90 કલાક જેટલો ઈન્તેજાર જાણે મોટો થઈ રહ્યો છે . અયોધ્યામાં ભગવાન રામના મંદિર નિર્માણ માટે 5 ઓગસ્ટ માટે શુભ મુહૂર્ત છે . પીએમ મોદી શિલાન્યાસ કરશે . અયોધ્યામાં મુખ્ય માર્ગ પર રામ મંદિર ભૂમિ પૂજન માટે તોરણદ્વાર એટલે કે દરવાજા બનાવવામાં આવી રહ્યાં છે . જેના પર ભગવાન રામની તસવીર અને કાર્યક્રમની સમગ્ર જાણકારી લખેલી છે . ભૂમિ પૂજનની સાક્ષી આખા દેશની માટી બનશે. પૂજન માટે ઘાટ સરયુનો હશે પણ મંદિર નિર્માણમાં જળ ગંગા , યમુના , કાવેરી , રેવા અને સતલજનો પણ ચઢવવામાં આવશે.