પોશીના તાલુકાના બડોલી પંથકમાં કમોસમી ઝાપટું

મોડાસા  હવામાન વિભાગ દ્વારા ૧૩ અને ૧૬ મે સુધી વરસાદની આગાહી કરાઇ હતી. જેને લઇ ગુરુવારે સાંજે અરવલ્લી જિલ્લાના ભિલોડા પંથક મઉ, વિજયનગર લીલછા રિટોડા, વાંકાનેર સહિતના વિસ્તારોમાં ભરઉનાળે કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો.પોશીના અને ભિલોડા પંથકમાં સમગ્ર વિસ્તારમાં વરસાદી ઝાપટું વરસી જતા ઠંડક પ્રસરી ગઈ હતી.બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના અંબાજી સહિતના આજુબાજુના વિસ્તારોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. વૈશાખ ઋતુની શરૂઆતે શરૂ થયેલાં ગરમીના પ્રકોપ વચ્ચે ગુરુવારે સાબરકાંઠા અને અરવલ્લીમાં વાતાવરણમાં પલટો નોંધાયો હતો. બપોર બાદ એકાએક આકાશી વાદળો ગોરંભાઈ જવા સાથે સાંજના સુમારે મેઘ ગર્જના શરુ થવા પામી હતી. ભિલોડા પંથકમાં આકાશમાં કાળા-ડિબાંગ વાદળો ઘેરાયા બાદ વીજળીના કડાકા–ભડાકા સાથે તાલુકામાં મઉ, લીલછા રિટોડા, વાંકાનેર સહિતના વિસ્તારોમાં ભરઉનાળે કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. ભિલોડા પંથકમાં આકાશમાં કાળા-ડિબાંગ વાદળો ઘેરાયા બાદ વીજળીના કડાકા-ભડાકા સાથે તાલુકામાં મઉ, લીલછા રિટોડા, વાંકાનેર સહિતના વિસ્તારોમાં ભરઉનાળે કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો ભારે વાવાઝોડા સાથે કમોસમી માવઠું થતાં ખેડૂતો ના પાકની સિઝનના પાકીને તૈયાર થયેલા પાકોમાં મોટી નુકસાની આવતા ખેડૂતોના મોઢામાંથી કોળિયો છીનવાતા જગતનો તાત લાચાર દેખાયો હતો. ગ્રામ્ય વિસ્તારમાં ભારે વાવાઝોડાના કારણે સિઝનના ઘઉં, મકાઈ, ચણા, રાયડો અને વરિયાળી જેવા પાકોનો વાવાઝોડામાં સોંથ વળી જતાં ખેડૂતો ચિંતિત બન્યા છે.

દાંતા પંથકમાં મોસમનો મિજાજ બદલાયો

હવામાન વિભાગની આગાહી વચ્ચે દાંતા તાલુકાના અનેકો વિસ્તારોમાં ભારી વરસાદ, દાંતામાં વરસાદની સાથે સાથે બરફના કરા વરસ્યા, ભારી ઉકળાટ બાદ વાતાવરણમા ઠંડક પ્રસરી ગઈ હતી. હવામાન વિભાગની આગાહીને લઈને રાજ્યના અનેકો જીલ્લોમાં વરસાદ ની ચાર દિવસ માટે આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો. બપોર બાદ એકાએક વાતાવરણમા પલટો આપતા આકાશમાં કાલા ડિબાગ વાદળો છવાયા હતા અને દાંતા તાલુકાના અનેકો વિસ્તારોમાં કમોસમી વરસાદની પણ શરૂઆત થઈ હતી ત્યારે દાંતા તાલુકામા દાંતા મથકે ધોધમાર વરસાદ પણ વરસ્યો હતો. આ વરસાદની સાથે બરફના કરા પણ પડતા જાેવા મળ્યા હતા. ભર ઉનાળે જ્યાં ૪૦ ડિગ્રી જેટલું તાપમાન રહેતું હોય ત્યાં એકાએક વાતાવરણમાં પલટો આવતા ભારી વરસાદની શરૂઆત થઈ હતી અને જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

ખેડબ્રહ્મામાં વાતાવરણ પલટાયું ધૂળની ડમરીઓ સાથે કરાં પડ્યાં

ખેડબ્રહ્મા માં કરાં સાથે તો શામળાજી અંબાજી દાંતા -માં ભારે પવન સાથે વરસાદ-સાબરકાંઠામાં બનાસકાંઠા વરસાદસાબરકાંઠા જિલ્લામાં આજે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ખેડબ્રહ્મા, ઇડર, વિજયનગર અને હિંમતનગર આસપાસ વિસ્તારમાં ભારે પવન ને કરાં સાથે વરસાદ પણ વરસ્યો હતો, તો તાલુકાના લક્ષ્મીપુરા ગલોડિયા. દામાવાસકંપો મટોડા આગિયા ઉખલા ડુંગરી આતરસુંબા માં પણ ધૂળની ડમરીઓ ઊડી હતી. જે બાદ ભારે વરસાદ બરફના કરા પડતાં રસ્તા પર પાણી વહેતા થયા અને ખેતરોમાં પણ જળબંબાકાર થઈ ગયું હતા શામળાજીમાં પાણી ભરાયું અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. જિલ્લાના શામળાજી સહિત જિલ્લાના ગ્રામ્ય પંથકમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. ભારે વરસાદના પગલે શામળાજી મંદિર તરફ જતા રસ્તા પર પાણી ભરાયું હતું. જેને લઇને સ્થાનિક વેપારીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. તો કમોસમી વરસાદને લઇ ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution