દિલ્હી-
દેશમાં કોરોના વાયરસ મહામારીના કેસ 84 લાખને પાર થયા છે. આ વચ્ચે ઉત્તરપ્રદેશના ઉન્નાવના ભાજપના સાંસદ સાક્ષી મહારાજ કોરોનાથી સંક્રમિત થયા છે. તેની જાણકારી તેણે સોશયલ મીડિયા દ્વારા આપી છે. તેણે જણાવ્યું છે કે, કોરોના લક્ષ્મણ દેખાયા બાદ મેં મારી તપાસ કરાવી હતી. જેમાં હું કોરોના વાયરસથી સંક્રમિત થયો છું. સાક્ષી મહારાજે તેની સાથે જ લોકોને અપીલ કરી છે કે વિતેલા સપ્તાહમાં તેના સંપર્કમાં આવ્યાં છે તે પોતાના કોરોના સંક્રમણની તપાસ જરૂરથી કરાવી લો. સાથે જ કેટલાક દિવસો સુધી આઈસોલેશનમાં રહો. તેણે જણાવ્યું કે, કોરોના સંક્રમણની સારવાર માટે તે હોમક્વોરેન્ટાઈન રહેશે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના ૫૦ હજાર ૩૩૭ નવા કેસ સામે આવ્યાં છે. કાલ આ મહામારીના કારણે 577 લોકોના મોત નીપજી ચુક્્યાં છે. દેશમાં અત્યારસુધીમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 84 લાખ 62 હજાર 81 થઈ ગઈ છે. દેશમાં કોરોનાથી મૃત્યુદર 1.49 ટકા થઈ છે. તો ઉત્તરપ્રદેશમાં વર્તમાનમાં 23 હજાર 132 કોરોના સંક્રમિતો પોતાની સારવાર કરાવી રહ્યાં છે. ત્યાં અત્યારસુધીમાં 4 લાખ 63 હજાર 240 લોકો કોરોના સંક્રમણથી સ્વસ્થ થઈ ચુક્યા છે. કોરોના સંક્રમણના કારણે ઉત્તરપ્રદેશમાં 7 હજાર 155 લોકોના મોત નીપજી ચુક્યા છે. ઉત્તરપ્રદેશમાં અત્યારસુધીમાં 4 લાખ 93 હજાર 527 કેસો સામે આવ્યાં છે.