મહેસાણા-
બોગસ બિલિંગ કૌભાંડનો મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જી હા, ગુજરાતભરને હચમચાવી દેનાર 110 કરોડના બોગસ બિલિંગ કૌભાંડ મુદ્દે સંજય પટેલની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલ સંજય પટેલના નેજા નીચે ઊંઝામાં વરસોથી બોગસ બિલિંગ કૌભાંડ ચાલતુ હતું. એક જ પુરાવા પર વધુ વાર માલની હેરાફેરી કરી સમગ્ર કૌભાંડને અંજામ આપવામાં આવ્યો હોવીની વિગતો તપાસમાં સામે આવી રહી છે. આપને જણાવી દઇએ કે, સંજય પટેલે 5.50 કરોડની GSTની ખોટી ક્રેડિટ પણ મેળવી હતી.
સ્ટેટ GST વિભાગે તા.૨૯ એપ્રિલ ૨૦૧૯ના રોજ ઊંઝામાં ૩૭ જેટલાં સ્થળોએ ગત કરેલી સ્થળ તપાસમાં ત્રણ પેઢીઓ દ્વારા સાથે સંકળાયેલા વેપારીએ ખરેખર એક કરતાં વધુ વખત જીરુંના માલની હેરાફેરી કરીને, કાગળ ઉપર માત્ર એક જ વેચાણ વ્યવહાર દર્શાવી બોગસ બિલીંગ અને કરચોરીની નવી પદ્ધતિ અપનાવી રૂ.૧૧૦ કરોડના જીરુંના વેચાણ વ્યવહારના અંદાજીત રૂ.૫.૫૦ કરોડ જેટલા વેરાની ચોરી કરી હોવાનું ખૂલ્યું હતું. જેમાં સ્ટેટ GSTની ઈન્ટેલીજન્સ ટીમે ગુરુવારે વેપારીની ધરપકડ કરી રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.