કેન્દ્રીય રમતગમત મંત્રી માંડવિયા આઇઓસી વાઇસ પ્રેસિડેન્ટને મળ્યા ભારત 2030 યુથ ઓલિમ્પિક્સની યજમાનીનો દાવો કરશે

 નવી દિલ્હી:   રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ રવિવારે કહ્યું કે ભારત 2030 યુથ ઓલિમ્પિકની યજમાનીનો દાવો કરવા તૈયાર છે. ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયા (ઓસીએ) ની 44મી જનરલ એસેમ્બલીની બાજુમાં 2030 યુથ ઓલિમ્પિક્સ આંતરરાષ્ટ્રીય ઇવેન્ટની 5મી આવૃત્તિ હશે, 'વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અમે દાવા પર જઈ રહ્યા છીએ. 2030 યુથ ઓલિમ્પિક્સની યજમાની કરવાનો દાવો છે, પરંતુ અમારું ધ્યાન 2036 ઓલિમ્પિક્સની યજમાની પર રહેશે. માંડવીયાએ કાર્યક્રમની બાજુમાં ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના વાઇસ પ્રેસિડેન્ટ જુઆન એન્ટોનિયો સમરાંચને પણ મળ્યા હતા. સમરાંચ સાથેની તેમની મુલાકાતના ફોટા શેર કરતા, માંડવિયાએ એક પોસ્ટમાં જણાવ્યું હતું ભારત એક યુવા દેશ છે અને રમતગમતને પ્રોત્સાહન આપવું એ અમારો સતત પ્રયાસ છે અને અમારા વડાપ્રધાન @narendramodi જી વારંવાર કહે છે કે 'ખેલ લોકોને એક કરવા અને પ્રેરણા આપવાનું એક શક્તિશાળી માધ્યમ છે'. કાર્યક્રમના મુખ્ય અતિથિ ભાજપના પ્રમુખ જેપી નડ્ડાએ કહ્યું, ' મોદીજીના નેતૃત્વમાં, અમે ક્રિકેટ વર્લ્ડ કપ, ફૂટબોલ અંડર-17 વર્લ્ડ કપ સહિતની ઘણી આંતરરાષ્ટ્રીય રમતોત્સવની યજમાની કરી શક્યા છીએ. ભારત 2030 યૂથ ઓલ્મિપિકની યજમાની માટે પેરૂ, કોલંબીયા, મેકિસકો,થાઇલેન્ડ, મંગોલિયા, રશિયા, યુક્રેન, બોસ્નિયા અને હર્ઝેગોવિનાની સાથે સ્પર્ધા કરશે.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution