દિલ્હી-
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે હોમ આઈસોલેશનમાં રહેતા હળવા સંક્રમણવાળા કે લક્ષણ વગરનાં કોરોના દર્દીઓ માટે સુધારેલા અને નવા દિશા નિર્દેશ ગાઈડલાઈન જાહેર કરાયા છે.જેમાં કહેવામાં આવ્યુ છે કે હોમ આઈસોલેશનમાં 10 દિવસ સુધી અને સતત ત્રણ દિવસ સુધી તાવ તાવ ન આવવાની સ્થિતિમાં દર્દી હોમ આઈસોલેશનમાંથી બહાર આવી શકે છે અને આ સમયે ટેસ્ટીંગ જરૂરી નથી.
નવી ગાઈડલાઈન મુજબ સ્વાસ્થ્ય અધિકારી દ્વારા દર્દીની સ્થિતિને હળવી કે લક્ષણ વિવાનો કેસ નકકી કરવામાં આવવો જોઈએ. આવા કેસમાં દર્દીની ઘરમાં સેલ્ફ આઈસોલેશનની વ્યવસ્થા હોવી જોઈએ.આવા દર્દીનુ ઓકિસજન સેરયુટેશન 94 ટકાથી વધુ હોવુ જોઈએ અને રૂમમાં વેન્ટીલેશન (હવા ઉજાસ)ની પણ બહેતર વ્યવસ્થા હોવી જોઈએ. દર્દીની પાસે તેની સંભાળ રાખનાર એક વ્યકિત હાજર રહેવી જોઈએ અને કેરટેકર અને હોસ્પીટલ વચ્ચે સંવાદ ચાલૂ રહેશે.
60 વર્ષથી વધુ વયના લોકો તેમજ તનાવ, ડાયાબીટીસ, હાર્ટ ડીસીઝ, ક્રોનિક લંગ, લીવર, કીડની, રોગ વગેરે કેસોમાં કોરોના સંક્રમણ હોવાની સ્થિતિમાં ચિકિત્સા અધિકારી ઉચીત રીતે દર્દીના સ્વાસ્થ્યની તપાસ બાદ જ હોમ આઈસોલેશનની મંજુરી આપશે. રેમડિસીવીર ઈન્જેકશન માત્ર અને માત્ર હોસ્પીટલમાં જ આપવામાં આવશે અને તેને ઘરવાની કોશીશ ન કરવી જોઈએ.આ સિવાય દર્દીને દવાને લઈને પણ માર્ગર્શીકા જાહેર થઈ છે.