મુંબઈ-
કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેની ધરપકડ બાદ જામીન મેળવવા પર મહારાષ્ટ્ર ભાજપના વડા ચંદ્રકાન્ત પાટીલે તીખી પ્રતિક્રિયા આપી છે. પુણેમાં તેમણે કહ્યું કે કેન્દ્રીય પ્રધાન રાણેની જામીન એ રાજ્ય સરકાર પર બીજી થપ્પડ છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ તેમના કથિત નિવેદનના સંદર્ભમાં, મહાડ મેજિસ્ટ્રેટ કોર્ટે મોડી રાત્રે જામીન આપ્યા હતા. આ પછી, કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેએ ટ્વિટર પર 'સત્યમેવ જયતે' લખ્યું હતું. રાણેને કોર્ટે અમુક શરતો સાથે જામીન આપ્યા છે. મહારાષ્ટ્રમાં કેન્દ્રીય સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોના પ્રધાન રાણે સામે તેમની ટિપ્પણી માટે ચાર FIR નોંધવામાં આવી છે. તેની મંગળવારે બપોરે રત્નાગિરી પોલીસે ધરપકડ કરી હતી અને પછી તેને મહાડ લઈ જવામાં આવ્યો હતા. અગાઉ, ભાજપના નેતા રાણેના વકીલ અનિકેત નિકમે આરોપ લગાવ્યો હતો કે, પોલીસ રાણેની ધરપકડ કરતા પહેલા કાયદાની યોગ્ય પ્રક્રિયાનું પાલન કરવામાં નિષ્ફળ રહી હતી અને તેઓ તેમની ધરપકડનો વિરોધ કરશે. કેન્દ્રીમંત્રી નારાયણ રાણેએ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું જેને લઇને મહારાષ્ટ્ર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. હાલ પ્રધાન નારાયણ રાણેના કાર્ટે જામીન મંજુર કર્યા છે. ત્યારે મહારાષ્ટ્ર ભાજપના વડા ચંદ્રકાન્ત પાટિલે જણાવ્યું હતુ કે, કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેને જામીન મંજૂરી રાજ્ય સરકારને બીજી થપ્પડ સમાન છે. જ્યારે રાણેને કોર્ટે અમુક શરતો સાથે જામીન આપ્યા છે.