કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી ત્રણ દિવસ માટે ગુજરાતની મુલાકાતે, મતવિસ્તારમાં વિકાસના કામોની કરશે સમીક્ષા

અમદાવાદ-

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ 28 ઓગસ્ટથી ત્રણ દિવસની ગુજરાતની મુલાકાતે આવશે, જે દરમિયાન તેઓ અમદાવાદ જિલ્લા અને તેમના લોકસભા મતવિસ્તારમાં વિકાસના કામોની સમીક્ષા કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 28 ઓગસ્ટથી ત્રણ દિવસની ગુજરાતની મુલાકાતે આવશે. રાજ્ય સરકારના એક અધિકારીએ આ માહિતી આપી હતી. મીડિયાને આપવામાં આવેલા અંદાજિત સમયપત્રક મુજબ, શાહ શનિવારે સાંજે અમદાવાદ જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરી ખાતે જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ સમિતિની બેઠકમાં હાજરી આપશે. જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ સમિતિની બેઠક જે જિલ્લામાં વિવિધ લોકલક્ષી વિકાસ કાર્યોના અસરકારક અને સમયબદ્ધ અમલીકરણ માટે સાંસદો, ધારાસભ્યો અને સ્થાનિક સંસ્થાઓના ચૂંટાયેલા પ્રતિનિધિઓ વચ્ચે વધુ સારી રીતે સંકલન સુનિશ્ચિત કરે છે. શનિવારે સાંજે અમદાવાદ જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરી ખાતે જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ સમિતિની બેઠક યોજાશે. જેમાં ગૃહમંત્રી પણ હજરી આપશે. 29 ઓગસ્ટના રોજ શાહ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દક્ષિણ પશ્ચિમ ક્ષેત્રમાં ચાલી રહેલા વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા માટે સમીક્ષા બેઠક કરશે. ત્યાર બાદ બોડકદેવ ખાતે કોર્પોરેશન કચેરી ખાતે પણ બેઠક યોજાશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution