ભુજ-
આરોગ્ય મંત્રાલયે જેની નોંધ લીધી છે, તે કચ્છ રણ પ્રદેશ અને ભૌગોલિક રીતે ભારતનો સૌથી મોટો જિલ્લો હોવાથી અહી વેક્સિન આપવાની કામગીરી વિકટ છે, તે હકીકત છે. કિલોમીટર રો માં ફેલાયેલા આ સરહદી જિલ્લાનો એક ઉદાહરણ પુરતું છે. હાજીપીર માં વેક્સિન નેશન કરવું હોય તો ભુજ નજીક માધાપર મુખ્ય જિલ્લા સ્ટોર થી વેક્સિન ગોરેવાલી સો કિલોમીટર જાય છે. ત્યાંથી એંસી કિલોમીટર દૂર હાજીપીર જવું પડે, ત્યારે તે અને આસપાસના ગ્રામ્ય લોકોને રસીકરણ કરી શકાય છે.કોવિશિલ્ડ અને કોવેક્સિન રસી અમદાવાદ મુખ્ય ડેપો થી નીકળી અને કચ્છના છેવાડાના હાજીપીર કે જખૌ સુધી પહોંચતા ચોવીસ કલાક નીકળી જાય. અને આ દરમિયાન બંને વેક્સિન ને ૨ થી ૮ ડિગ્રી તાપમાન જાળવી રાખવામાં આવે છે.
કોલ્ડ ચેઈન જરૂરિયાત મુજબ ના સ્થળે પહોંચાડવામાં જિલ્લા સ્તરે ફર્માસિસ્ટ અને વેક્સિનેટરની ભૂમિકા મહત્વની છે.દરેક વ્યક્તિ કોરોના મહામારીથી બચવા માટેની કોવિશિલ્ડ અને કોવેક્સિન રસી લે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર અમગ્ર તાકાત લગાવી પ્રયત્ન કરે છે. ભારતનો સૌથી મોટો જિલ્લો કચ્છ વિસ્તારમાં ૪૬ હજારથી વધુ ચોરસ કિલોમીટર વિસ્તાર ધરાવે છે અને ૯૨૪થી વધુ ગામડાઓ સુધી વેક્સિન પહોંચાડવી એ જ એક મોટી કસોટી છે. આ વિગત દર્શાવતી રાષ્ટ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા નિર્મિત ડોક્યુમેન્ટરી ને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા એ ટ્વીટ કરીને વિકટ કાર્યને વખાણ્યું છે. વેક્સિનેશન કામગીરી મેટ્રો સિટીમાં સરળતાથી થઈ શકે છે, પરંતુ જાે અઘરું હોય તો ગ્રામ્ય વિસ્તાર સુધી ‘કોલ્ડ ચેઈન’માં ટેમ્પરેચર જાળવી રાખવું. જ્યારથી વેક્સિન આપવાની કામગીરી શરૂ થઈ છે ત્યારથી કચ્છ જેવા દુર્ગમ વિસ્તારમાં આ કાર્ય ગ્રાઉન્ડ લેવલના કર્મચારીઓના પ્રયાસથી સુગમતાથી થઈ રહ્યું છે. શરૂઆતના સપ્લાય ગરબડી બાદ સરકારે વ્યવસ્થિત ગોઠવણ કરી છે. હાલ દરરોજ આરડીડીથી ઝોન સ્તરે રાજકોટ વેક્સિન પહોંચે છે, ત્યાંથી રાત્રે ત્રણથી ચાર વાગ્યે માધાપર જિલ્લાનું મુખ્ય વેક્સિન સ્ટોર પર સમગ્ર જિલ્લાનો જથ્થો આવી જાય છે. ત્યાં સવારે દસે દસ તાલુકાના ફર્માસિસ્ટ ને તેમના તાલુકા મથકે આવેલ જથ્થા મુજબ વેક્સિન છ વાગ્યા સુધીમાં સુપ્રત કરે છે. જે તાલુકા પહોંચ્યા બાદ તે તાલુકાના પ્રાથમિક ૬૭ આરોગ્ય કેન્દ્ર અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર સુધી પહોંચે છે. જે ગામડે ગામડે લોકોને આપવા નર્સિંગ સ્ટાફ આખો દિવસ કેમ્પ પર રહે છે.