જ્યુપીટર ચોકડી પાસે ભારદારી વાહનોની બેરોકટોક અવર-જવર

વડોદરા: શહેરના અમિતનગર સર્કલ પાસેના ગેરકાયદે ટેક્સી સ્ટેન્ડ પરથી મુસાફરો ભરીને નીકળેલી અર્ટિકા કારને હાઈવે પર થયેલા અકસ્માતમાં ૧૧ના મોત નીપજવાના ગણતરીના દિવસોમાં અમિતનગર સર્કલ પાસે ફરી ગેરકાયદે ટેક્સી સ્ટેન્ડ ધમધમતુ થયું છે તો શહેરના માંજલપુર વિસ્તારમાં મકરપુરા જીઆઈડીસી પાસે ઐાધોગિક અને રહેણાંક વિસ્તારમાં પ્રવેશબંધીના જાહેરનામાનો ભંગ કરીને માતેલા સાંઢની જેમ ભારદારી વાહનો દોડતા થતાં આ વિસ્તારમાં અકસ્માત અને તેના કારણે હજુ કેટલા નિર્દોષનો ભોગ લેવાશે ? તે પ્રશ્ને સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. હાઈવે પર ગોઝારા અકસ્માતના પગલે અમિતનગર સર્કલ પાસે ધમધમતુ ગેરકાયદે ટેક્સી સ્ટેન્ડ દેખાડો કરવા પુરતું બંધ રહ્યું હતું જે હવે ફરી ટ્રાફિક પોલીસની રહેમનજર હેઠળ ધમધમતું થતાં ટ્રાફિક પોલીસ તંત્રની માનવતા અને ઈમાનદારી સાવ મરી પરવારી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. બીજીતરફ શહેરના માંજલપુરના રહેણાંક વિસ્તારને અડીને આવેલા મકરપુરા જીઆઈડીસી ઐાધોગિક વિસ્તારમાં લકઝરી બસો, ડમ્પરો, મિલરો અને ટ્રક જેવા ભારદારી વાહનોના ચાલકો દ્વારા પ્રવેશબંધીના સમયગાળાનો જાહેરનામાનો છેડચોક ભંગ હજુ પણ યથાવત રહ્યો છે. આ વિસ્તારમાં પ્રવેશબંધીના સમયગાળામાં પણ માતેલા સાંઢની જેમ ભારદારી વાહનો પુરઝડપે અને ટ્રાફિક નિયમનોનો ભંગ કરીને દોડતા રહેતા આ વિસ્તારમાં ફરી કોઈ ગંભીર અકસ્માત અને તેના કારણે ટુવ્હીલરચાલક અને પગપાળા રાહદારીનો ભોગ લેવાય તેવી ભીંતી સેવા રહી છે. જાેકે ટ્રાફિક અને સ્થાનિક પોલીસ તંત્રની બેદરકારીના કારણે આ વિસ્તારમાં ગંભીર સમસ્યા ઉભી થઈ છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution